CM રૂપાણીના નેતૃત્વમાં ત્રણ વર્ષમાં TP અને DPની ત્રેવડી સદી પૂર્ણ કરવાની સિદ્ધિ

ગાંધીનગર: સીએમ રૂપાણીએ 2020ના વર્ષમાં 100 જેટલી ટી.પીને મંજૂરીઓ આપીને સતત ત્રીજા વર્ષે પણ ટી.પીની મંજૂરીની સદી પાર કરી છે. રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના પારદર્શી અને નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ 2018 અને 2019ના વર્ષોમાં સતત 100 ટી.પીની મંજૂરીઓ ની સિદ્ધિ મેળવેલી છે.

કોરોનાકાળમાં પણ જન જીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યુ નોર્મલ નવી જીવન શૈલી થકી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા ૧૮ દિવસોમાં ૪૪ ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી ઝડપી અને ત્વરિત કાર્ય પ્રણાલી નો પરિચય આપ્યો છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આવેલી અડચણો બાવજુદ પણ વિકાસ કામોની ૨૦-૨૦ની રફતાર જાળવી રાખી ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ત્રીજા વર્ષે પણ પાર કર્યું છે.

તેમણે ત્રણ વર્ષમાં કુલ ૩૦૦થી વધુ ટી.પી./ડી.પી મંજુર કરી રાજ્યના નગરો મહા નગરોના નવતર આયોજન કાર્યોને અભૂતપૂર્વ ગતિ આપી છે.મુખ્યમંત્રીએ તાજેતરમાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) 2.0ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે. આ વર્ષે ટી.પી.ની સદીમાં ૩૦ ડ્રાફ્ટ, ૧૯ પ્રિલીમનરી અને ૫૧ ફાઈનલ ટી.પી. નો સમાવેશ થાય છે.

ઉપરાંત મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે 2020માં કુલ ૧૧ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે. ગુજરાત રાજ્ય શહેરી વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શહેરોના આયોજન માટે સરકાર દ્વારા ખૂબ જ ઝડપી નિર્ણયો લેવાયા છે.

તેથી નાગરિકલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટેની કામગીરીમાં અકલ્પનીય ગતિશીલતા આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્વરિત નિર્ણાયક નેતૃત્વનો પરિચય આપતાં વિકાસના કામ માટે એક પળનો પણ વિલંબ કર્યા વિના મંજૂરી આપવાની કાર્યરીતી અપનાવી છે. મુખ્યમંત્રીએ સંલગ્ન અધિકારીઓને પણ નાગરિકલક્ષી અભિગમ અપનાવવા સ્પષ્ટ સુચના આપી છે.

રાજ્યના નગરોમાં આંતરમાળખાકીય સવલતો જેવી કે બ્રિજ, રસ્તા કે ફાયર સર્વિસથી લઇ ડી.પી./ટી.પી. માટેના દરેક પ્રશ્નો માટે જરૂર જણાય ત્યાં ત્વરીત નિષ્ણાંતો, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી-બેઠકો યોજી નિર્ણય લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાતના લોકોને વિકાસ પરવાનગી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે અને પોતાના ઘેર બેસી ૨૪ કલાકમાં જ અધિકૃત નકશા અને રજા ચિઠ્ઠી મળે તેવી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) ૨.૦ પણ લોન્ચ કરી છે.

આ જ વિકાસલક્ષી અભિગમના અનુસંધાને રાજ્ય સરકારે ૨૦૨૦ ના વર્ષમા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રણ તબક્કામાં હોય છે તેમાં ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ એમ ત્રણેય તબક્કાઓ અતિ મહત્વના હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap