જ્યોતિષશાસ્ત્રના અંકશાસ્ત્ર મુજબ જોઇએ BJPના પેજ પ્રમુખ બનાવવાની યોજના લાભદાયક નીવડશે ?

અગાઉ લખ્યા મુજબ બે આતંકી ઘટના બનવા પામી છે. મંગળ રાહુની યુતિ આગજનીની ઘટનાઓ તથા અને ઉશ્કેરણી વાળું વાતાવરણ સાથે અશુભ પ્રસંગો બને. આ ઉપરાંત મંગળના પ્રભાવથી જ્વાળામુખી કે ભૂખ્ખસલનમાં પણ સક્રિયતા જોવા મળે. ખેલ જગતનો કારક મંગળ હોવાથી રમત ગમતના વૈશ્વિક જગતમાં સક્રિયતા આવે અને ખેલજગતના અનોખા રાજકારણનો પડદા ભાસ જોવા મળે.

આ સમયમાં વૃષભમાં મંગળ શુક્રના ઘરનો હોવાથી ખેલ જગત પર થતા બેનામી સટ્ટા પણ સામે આવે. યુવરાજ સાથે વેપાર વ્યવસાય માટે બુધ મહારાજ માર્ગી બની રહ્યા છે,જે કરન્સીને વેગ આપતા જોવા મળે ખાસ કરીને આભાસી મુદ્રા પગપેસારો કરતી જોવા મળે અને ઘણી જગ્યાએ કેટલાક દેશની સરકારો માટે તે માંથાનો દુ:ખાવો પણ સાબિત થાય. હાલમાં બદલતા સમયમાં વૈશ્વિક સ્તરે મુદ્રાસ્થિતિ સમજવી મુશ્કેલ બને.

હાલમાં ચાલતા ચૂંટણીના માહોલમાં ભારતીય જનતા પાર્ટીએ જ પેજ પ્રમુખ બનાવવાની કાર્યવાહી સતત ચાલુ છે ત્યારે જ્યોતિષશાસ્ત્રના અંકશાસ્ત્ર મુજબ
P A G E P R A M U K H
7 1 7 5 7 9 1 4 3 2 8= કુલ સરવાળો 54=5+4=9
અંકશાસ્ત્ર મુજબ
અંક 1=સૂર્ય
2=ચંદ્ર
3=ગુરૂ
4=રાહુ
5=બુધ
6=શુક્ર
7=નેપચ્ચુન
8=શનિ
9=મંગળ
ઉપરોકત 11 આલ્ફા માં અંક 7 ત્રણ વખત,અંક 2 બે વખત જયારે અંક 2,3,4,5,8,9 ફક્ત એકજ વખત આવે છે માટે અંક 7 નું બળાબળ વિશેષ છે તેમજ અંક 1 સૂર્ય નું પણ પ્રભુત્વ સારુ રહેલ છે.અંક 6 એક પણ આવતો નથી જે શુક્રનો ગણાય છે. આ યોજનાથી ચોક્કસ પ્રચાર માટે લાભદાયક નીવડશે. હાલના ડીઝીટલ ટેકનોલોજીમાં ખુબજ સરળ એડવર્ટાઇઝ માટે ઉપયોગી નીવડશે અલબત સમય જ શુભ પરીણામ બતાવશે.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap