અંકશાસ્ત્ર મુજબ ચાલુ ડિસેમ્બર મહિના માં આજે તા.૨૧/૧૨/૨૦૨૦,સોમવાર
વારંક=સોમવાર=૨=ચંદ્ર
દિનાંક(૨+૧)=૩=ગુરૂ
માંસાક(૧+૨)=૩=ગુરૂ
વર્ષ-આંક (૨+૦+૨+૦)=૪=રાહુ(હરસલ)માટે નો ગ્રહ ગણાય છે.
ભાગ્યાંક=૨૧/૧૨/૨૦૨૦=
(૨+૧+૧+૨+૨+૦+૨+૦)=૧૦=૧+૦=૧=સૂર્ય
આજ ની તારીખ માં ફકત અંક ૧,૨ જ રીપીટ થાય છે અને ભાગ્યાંક ૪ થાય છે.માટે આજે જન્મેલ બાળક માં સૂર્ય, ચંદ્ર ગ્રહ નું પ્રભુત્ત્વ વધી જશે.નવગ્રહ પૈકી સૂર્ય અને ચંદ્ર પ્રત્યક્ષ દ્રશ્યમાન ગ્રહો છે અને ડાયરેક્ટ પૂજ્યનીય ગ્રહ ગણાય છે.તેની આરાધના, ઉપાસના,મંત્ર,વિધી વિધાન હોમ ઇત્યાદિ કરવાથી માન-સન્માન, પદ,પ્રતિષ્ઠા માં વધારો સાહજીક થાય છે.સૂર્ય ને ગ્રહ મંડળ માં રાજા ગણવામાં આવે છે.
જયારે ચંદ્ર ને રાણી તરીકે ગણના થાય છે. ગ્રહ મંડળમાં મુખ્ય ગ્રહ તરીકે ગણના થાય છે. આજે સોમવારનો સંબંધ હોવાથી સોનામાં સુગંધ ભળી જશે. દિનાંક,માંસાંક અને વર્ષ-આંક નો સહસંબંધ ધરાવે છે. માટે આજના દિવસે નવા રોકાણ કરી શકાય તેમજ ધર્મ અંગેના કાર્ય કરવાનું વિશેષ મહત્વ રહેલું છે કારણ કે સોમવારનો દિવસ આવતો હોવાથી. આજ નો દિવસ લેખક, કવિ,સાહિત્ય કાર તથા વિવેચક માટે યાદગાર બની રહે. આજના દિવસે અન્ય વ્યક્તિ ઓ સાથે બગડેલા સંબંધો સંધાન. મિત્રોમાં મહોબતા વધે. રોમાન્સ ડે તરીકે પણ ગણી શકાય. આગામી આવો યોગતા.૩૦/૧૨/૨૦૨૦ બુધવારે આવશે. આ બંને તારીખોમાં ભાગ્યાંક ૧ થશે. જે અંક સૂર્ય નો ગણાય છે. જેનું મૂળભુત કારકત્વ સતા, મોભો,નેતાગીરી,અગ્રેસરતા તથા નવસર્જન માટે નો ગણાય છે. આવી તારીખે જન્મેલ બાળક સમાજમાં અનેરું સામાજિક,ધાર્મિક રીતે પ્રભુત્વ આપતા જોવા મળશે.
