અમદાવાદ હોસ્પિટલથી કચ્છ પરત ફરતા નડ્યો અકસ્માત,એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

રવિ નિમાવત,મોરબી: હળવદના ધનાળા ગામના પાટિયા પાસે મોડી રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છ પોતાના ઘરે પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સ પલટી મારી જતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં. તો બેને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતાં.

કચ્છના માંડવીના લયજા ગામના ગઢવી પરિવારના સભ્ય અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હોય જેની સારવાર બાદ તબિયત સુધારતા અમદાવાદ હોસ્પિટલથી રજા લઈને ખાનગી એમ્બ્યુલન્સમાં ગઢવી પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હળવદના ધનાળા ગામના પાટિયા પાસે પહોંચતા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ગઢવી પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં.

જે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં. તો રામ નારાયણ ગઢવી (ઉ.વ.૩૫) અને ડ્રાઈવર પીન્ટુ કાનજીભાઈ (ઉ.વ.૨૭) એમ બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયા છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap