ઉત્તર પ્રદેશ: રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાના વાહનોને નડ્યો અકસ્માત, જાણો વિગતો

ઉત્તરપ્રદેશના રામપુર જઈ રહેલા પ્રિયંકા ગાંધી વાડરાના કાફલાના વાહનોનું હાપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી. હાપુર હાઇ-વે પર ગઢમુક્તેશ્વર નજીક આ અકસ્માત થયો હતો. પ્રિયંકા ગાંધીની કાર રામપુર તરફ જઇ રહી હતી, તે કારમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું ત્યારે અચાનક ડ્રાઇવરે બ્રેક લગાવી દીધી. અચાનક વાહન બંધ થવાને કારણે કાફલામાં પાછળથી ચાલી રહેલી સમર્થકોના વાહનો એક બીજા સાથે ટકરાયા હતા.

અમને જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન મૃત્યુ પામનાર નવરીત સિંહના પરિવારને મળવા જઇ રહી હતી.

મોદી સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી, આ રેલી દરમિયાન નવરીત સિંહની મૃત્યુ નિપજ્યું હતું. જેમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે નવરીતને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી મારવાની પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap