બિમલ માંકડ,કચ્છ: નેશનલ હાઇવે 52 ઉપર રાજસ્થાનના સાદુલપુર ટોલ નાકા પાસે કાર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કચ્છના આર્મી જવાન અને તેમના પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું અને તેમના 5 વર્ષીય બાળકનો ચમત્કારી બચાવ થયો છે.
માહિતી અનુસાર,કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના આ પરિવાર હતો. દિવાળીની રજાઓમાં જમ્મુથી કચ્છ આવી રહ્યા હતાં.
