પાનમટોલ નાકા નજીક મહિન્દ્રા પીકઅપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, યુવાનનું મોત

પંચમહાલ: શહેરા પાનમ ટોલનાકા પાસે ટ્રક અને મહિન્દ્રા પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચારને ઇજા પહોચી હતી. જ્યારે પીકઅપમાં બેઠેલા એક યુવાનનુ મોત થયુ હતું.આ મામલે પોલીસે મરણગયેલા યુવાનના પિતાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરા લુણાવાડા હાઇ-વે માર્ગ ઉપર હોસેલાવથી પાનમ ટોલનાકા સુધીના એક તરફના માર્ગની મરામત કામગીરી ચાલી રહી છે. જેને લઇને એક તરફનો વાહનવ્યવહાર બંધ કરીને બીજામાર્ગ પર અવરજવર માટે વાહનવ્યવહાર શરૂ રાખવામા આવેલ હતો. પાનમટોલ નાકા પાસે શાકભાજી ભરીને જતી મહિન્દ્રા પીકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર બે વાહનો સામસામે ટકરાતા પીકઅપ ગાડીમાં બેઠેલ ડ્રાઇવર સહિતના અન્ય બે ઇસમો કેબીનમાં ફસાયા હતા.

બનેલા અકસ્માતને પસાર થતા વાહનચાલકો તેમજ આસપાસ રહેતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતાં, જોકે પીકઅપ કેબીનમા બેઠેલા ઈસમો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થીતી સર્જાતા જેસીબી મશીનની મદદ લેવામા આવી હતી. મહામહેનતે પીકઅપમા ફસાયેલા ચાલક સહિતના ઈસમોને બહાર કાઢવામા આવ્યા હતા. આઅકસ્માતમા ઇજા પહોચેલા ચાર વ્યક્તિઓને ૧૦૮ સેવા દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવામા આવ્યા હતાં. આ અકસ્માતમાં પીકઅપમા બેઠેલા એક ઈસમ ગોપાલભાઈ ભલજીભાઈ ગુનિયા ઉ.વ ૨૨ રહે.ઉમાખેડી તા. પેટલાબાદ જી.ઝાબવા (મધ્યપ્રદેશ)નું મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap