ભુજના કનૈયાબે ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે ભાઈઓના કરુણ મોત

બિમલ માંકડ, કચ્છ: ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક ભચાઉથી ભુજ તરફ આવીરહેલી ટ્રક નં એમ.એચ.૨૦ડીઇ. ૮૦૮૦ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર મુસ્તાક કસમશા શેખ ઉ.વર્ષ.૧૪ અને મોહમ્મદ હુસેન કાશમશા શેખ ઉ.વર્ષ.૧૫ કિશોરવયના બે સગાભાઈઓ માટે આજે બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં બન્ને ભાઈઓ બાઇક લેવા જઇ રહ્યાં તે સમયે ભચાઉથી ભુજ તરફ યમદૂત બનેલી ટ્રકની જોરદાર ટક્કર લાગતા બન્ને ભાઈઓના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા કરુણ મૃત્યુ નિપજ્યા હતા.

બનાવને પગલે અરેરાટી વ્યાપીજવા પામી છે, ત્યારે અચાનક અકસ્માત બાદ બેકાબુ બનેલી ટ્રક થાંભલા સાથે ટકરાઈ હતી અને ટ્રકમાં આગલાગવાથી ભડભડ સળગી ઉઠી હતી. ત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે કે, અકસ્માત સમયે એકત્રિત થયેલાં ટોળાએ ટ્રક સળગાવી છે કે પછી થાંભલા ટકરાયાબાદ અગમ્ય કારણોસર ટ્રકમાં આગલાગી છે, ત્યારે બન્ને કિશોરવયના મૃતક ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતને પગલે રોડપર જામથયેલા ટ્રાફીકને પધ્ધર પોલીસ દ્વારા ક્લિયર કરવાયો હતો બનાવની અંગેની તપાસ પધ્ધર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap