રવિ નિમાવત,મોરબી: માળિયા પંથકમાં માનસિક રીતે અસંતુલિત યુવતી સાથે પાંચ-છ માસ અગાઉ અજાણ્યા ઇસમેં દુષ્કર્મ આચર્યું હોય અને યુવતી ગર્ભવતી બની હોય જે મામલે ભોગ બનનારના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ માળિયા પંથકમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ યુવતીને સાડા પાંચથી છ માસનો ગર્ભ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જે બનાવ અંગે ભોગ બનનારના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માળિયાના ગ્રામ્ય પંથકમા પાંચથી છ માસ અગાઉ અજાણ્યા ઇસમેં તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદીના બહેન માનસિક રીતે અસંતુલિત હોય જેની સાથે અજાણ્યા ઇસમેં બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી સાડા પાંચથી છ મહિનાનો ગર્ભ રાખી દીધાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
