ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના વ્યક્તિની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરર ​​સ્કવોડ (ATS)ને મોટી સફળતા મળી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. માહિતી અનુસાર, મજિદને એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 24 વર્ષથી આ ખતરનાક ગુનેગારની શોધ ચાલુ હતી.

એક ન્યુઝ રિપોર્ટ મુજબ ATS અધિકારીઓએ કહ્યું કે અબ્દુલ મજીદ કુટ્ટી કેરળનો રહેવાસી છે. પરંતુ ધરપકડ ઝારખંડથી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 1996માં અબ્દુલ મજીદ વિરુદ્ધ 106 પિસ્તોલ, 750 કારતૂસ અને લગભગ 4 કિલો આરડીએક્સ એકત્ર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ મજિદ પહોંચે તે પૂર્વે તે છટકી ગયો હતો. ત્યાર બાદ 24 વર્ષથી પોલીસ તેની શોધમાં હતી. જ્યારે તેના એક સાથીની ત્યારે જ ધરપકડ કરવામાં આવી હતી.

એટીએસ અધિકારીઓએ જણાવ્યું કે, અમને એવી માહિતી મળી હતી કે અબ્દુલ મજીદ ઝારખંડમાં છુપાયેલો છે. જે બાદ તેની ધરપકડ કરવા માટે ખાસ ટીમ ઝારખંડ મોકલવામાં આવી હતી. એટીએસના જણાવ્યા અનુસાર, મજીદ અને દાઉદ ઇબ્રાહિમ મુંબઇ-ગુજરાતમાં કંઈક મોટું કરવા માગે છે. એટલા માટે તે સમયે તેણે ખૂબ જ દારૂગોળો સંગ્રહ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap