UPમાં વિધાનસભાની ચૂંટણી લડશે AAP,સીએમ કેજરીવાલે જાણો શું કહ્યું

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી 2022માં વિધાનસભાની ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં રહેતા મારા યુપી ભાઇ-બહેનોએ મને કહ્યું કે, આમ આદમી પાર્ટીએ યુપીમાં ચૂંટણી લડવી જોઈએ અને તમે દિલ્હીમાં જે સુવિધાઓ આપી છે, યુપીમાં રહેતા મારા સબંધીઓને તે સુવિધાઓ આપો.

કેજરીવાલે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દરેક પક્ષની સરકાર આવી, પરંતુ પોતાના ઘર ભરવા સિવાય યુપી માટે કંઇ કર્યું નથી આજે યુપીના લોકોને નાની સુવિધા માટે દિલ્હી કેમ આવવું પડશે?

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, આજે ગંદા રાજકારણ અને ભ્રષ્ટ નેતાઓ ઉત્તરપ્રદેશને પ્રગતિના માર્ગે ચાલતા અટકાવી રહ્યા છે. આજે યુપીના રાજકારણમાં સાચા અને સ્પષ્ટ હેતુનો અભાવ છે અને તે ફક્ત આમ આદમી પાર્ટી પાસે છે.

કેજરીવાલે કહ્યું કે, મેન પાર્ટીએ સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવી છે અને દિલ્હીમાં કામ કરીને બતાવ્યું છે. દિલ્હીના લોકોને મહોલ્લા ક્લિનિક્સમાંથી મફત વીજળી, પાણી, સારવાર મળી રહી છે, તો ગોરખપુર, લખનઉ અને યુપીના અન્ય શહેરોમાં કેમ આ કરી શકાતું નથી.

યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું – ખોટો સપનાઓ જોઈ રહી છે AAP

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યાએ યુપીમાં આમ આદમી પાર્ટી(AAP) લડતી ચૂંટણી વિશે કહ્યું હતું કે,તેઓ મુંગરીલાલના સપના જોતા હોય છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “બે કરોડની વસ્તીવાળી દિલ્હી સ્થિર નથી, 24 કરોડની વસ્તી સાથે ઉત્તર પ્રદેશને સંભાળવાની વાત કરનારી પાર્ટી મુગરીલાલનું સપનું જોઈ રહી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap