સીએમ કેજરીવાલે કરી મહત્વની જાહેરાત, AAP આ 6 રાજ્યોમાં લડશે ચૂંટણી

આમ આદમી પાર્ટી (AAP)એ જાહેરાત કરી છે કે, તે 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડશે.આ રાજ્યો છે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્રારાખંડ, ગોવા,પંજાબ. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નેશનલ કાઉસલિંગની બેઠકમાં આ જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરે કેજરીવાલે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરતા કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, AAP સતત ત્રીજી વખત દિલ્હીમાં પોતાની સરકાર બનાવી છે અને દિલ્હીમાં કામ કરી રહી છે. દિલ્હીના લોકોને મફતમાં વીજળી,પાણી મળી રહ્યું છે.મોહલ્લા ક્લીનિકથી આરોગ્ય સારવાર મળી રહી છે, તે આવુ ગોરખપુર, લખનઉ અને યૂપીના અન્ય શહેરોમાં પણ કેમ ન થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap