ભાવેશ રાવલ,જૂનાગઢ: બોલીવૂડ સુપર સ્ટાર આમિર ખાન પરીવાર સાથે સાસણમાં ફરવા માટે આવ્યાં છે. આમિર ખાને તેની મેરેજ એનિવર્સરી સાસણમાં કંઈક અલગજ અંદાજમાં ઉજવી હતી. એક હોટેલમા આમિર ખાને પત્ની માટે ગીત ગાયું હતું. હાલ તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા આમિર ખાન પત્નિ કિરણ રાવ અને પરિવાર સાથે સાસણમાં 15મી લગ્નની વર્ષગાંઠ ઉજવવા શનિવારે પહોંચ્યા હતા. રાત્રીનાં રોકાણ બાદ રવિવારે વહેલી સવારે સિંહ દર્શન માટે સફારી પાર્કમાં જવા રવાના થયા હતા. સવારે 7 વાગ્યેથી 9:30 વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. તેમણે એક રૂટ પર જુદા-જુદા ચાર સ્થળે 13 સિંહ નિહાળ્યાં હતાં.
આમિર ખાન તેમની પત્નિ, બાળકો અને અન્ય પરિવારનાં સદસ્યો મળી 50નો કાફલો સાથે આવ્યો છે. સિંહ નિહાળ્યાં બાદ આમિર ખાને કહ્યું હતું કે, અત્યાર સુધી સાસણ અને સિંહની જે વાતો સાંભળી હતી. આજે તેનાથી પણ વધારે સુંદર જોવા મળ્યું છે.
રાત્રીનાં સમયે આમિર ખાને પત્નિ માટે એક મ્યુઝીકલ પાર્ટી નુ આયોજન કરેલ હતું આ પાર્ટી માં આમિરે તેમની પત્ની કિરણ રાવ માટે એક રોમાન્ટિક ગીત આ પાર્ટીમાં આમિર ખાને ગીત ગાયા હતાં. તેમાંથીએક ગીત ‘તુમ બીન જાઉં કહા’ ગીત ગાયું હતું.
સિંહ દર્શન બાદ આમીરખાતે જણાવ્યું હતું કે 28 ડિસે.ના મારી મેરેજ એની વર્સરી છે. તેના અનુસંધાને અમે ગીર સાસણ આવ્યા છીએ. ગીર વિશે જે સાંભળ્યું હતું. તેમાંથી પણ વિશેષ સ્થળ છે. આજે સિંહ જોવાનો ખુબ આનંદ આવ્યો સિંહને તેણે રોયલ પ્રાણી ગણાવી આ પ્રાણી ભારતનું ગૌરવ હોવાનું લોકોને એક વાર આ રોયલ પ્રાણીને નિહાળવા જરૂર ગીરની મુલાકાતે આવવા જણાવ્યું હતું.
