બોલિવૂડ સેલેબ્સની જેમ તેમના બાળકો પણ હંમેશા ચર્ચામાં રહે છે. ભલે આ સ્ટારકીડ્સે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ તે ચર્ચામાં રહે છે. આ ફેમસ સ્ટારકીડ્સમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાનનો સમાવેશ છે. હાલમાં જ ઈરા ખાન પણ તેની એક નવી તસવીરને કારણે ચર્ચામાં આવી છે.
આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇરા ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટો શેર કરતી હોય છે. આમિરની પુત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. હવે તાજેતરમાં ઈરાની એક તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તે ટ્રાન્સફર્ન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીર ફરી એકવાર લાઇમ લાઇટમાં આવી છે.
ઇરા ખાન દ્વારા શેર કરેલી તસવીરમાં તે સોનેરી શિમર ડ્રેસ સાથે ટ્રાન્સફરન્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. ઇરાએ તેની સાથે કાળા લાંબા શૂઝ પહેર્યા છે. આ ગ્લેમરસ ડ્રેસ સાથે તેણીએ સાઇડમાં વેણી પહેરી છે. તસવીરમાં ઇરા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરમાં તેના ચાહકો પ્રેમ વહાવી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા ઇરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની પહેરેલી તસવીર શેર કરી હતી. અન્ય એક તસવીરમાં ઇરા ખાન બાથટબમાં એક પુસ્તક વાંચતી જોવા મળી હતી. તેની આ તસવીરો પણ ખૂબ પસંદ આવી હતી.
