પંચમહાલ: જિલ્લાના હાલોલનગરના અનુપમ સોસાયટીના બંધ મકાનમાથી એક મહિલાનો મૃતદેહ ડી કંપોઝ થયેલી હાલતમાં હાથ પગ બાધેલી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હાલોલ પોલીસે બનાવ સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનૂસાર અનુપમ સોસાયટીના ભાડાના મકાનમા રહેતા ચંચીબેન રાઠવા હાલોલ તાલુકાના ઝાખરીયા ગામના રહેવાસી છે. બંધ મકાનમાથી દુર્ગધ મારતા આસપાસ ના રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. મકાનના દરવાજા ખોલીને જોતા મહિલા ચંચીબેનની લાશ ડી કંમ્પોઝ હાલતમાં મળી આવી હતી.
જિલ્લા પોલીસ વડા લીના પાટીલ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. લાશની હાલત જોતા બંને હાથ પગ કપડાથી બાધેલા હતા. ગળામા કપડુ બાધેલા જેવુ હતુ. પોલીસે હત્યાનો ગુનો નોધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
