ભાજપામાંથી ટિકિટ ન મળતા મહિલા કાર્યકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી,રાજકીય માહોલમાં ગરમાવો

પંચમહાલ: જિલ્લાની નગરપાલિકાની બેઠકો માટે પણ ઉમેદવારોના નામોની યાદી જાહેર થઈ હતી. શહેરાનગર પાલિકાના વોર્ડ-2 વિસ્તારમા રહેતા ભાજપના મહિલા કાર્યકરને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોધાવી છે.

ભાજપના પ્રભૃત્વવાળી ગણાતી શહેરા નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષના મહિલા સક્રિય કાર્યકર સૂશીલાબેન મગનભાઈ મારવાડીએ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં શહેરા અને ગોધરાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામા આવતા ઉમેદવારો ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. શહેરા નગરપાલિકા વિસ્તારમા આવેલા વોર્ડ-2માં રહેતા સૂશીલાબેન મગનભાઈ મારવાડી ભાજપના વર્ષોથી સક્રિય મહિલા કાર્યકર છે.

ભાજપમાથી નગરપાલિકાના સભ્યપદ માટે તેમને ટીકીટની માગણી હતી.પરંતુ પાર્ટી તરફથી ટિકિટ નહીં આપવામા આવતા સૂશીલાબેન મારવાડીએ અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડવાનો વ્યક્ત નિર્ધાર કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમા તેમને પોતે 25 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર રહી ચુક્યા છે. ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરી હોવાનું જણાવ્યુ હતું.

ભાજપના મહિલા સક્રિય કાર્યકરને ટિકિટ ન મળતા રાજકીય માહોલ પણ ગરમાયો હતો. નોધનીય છે કે, શહેરા નગરપાલિકાની ચૂંટણી આ વખતે અપક્ષ-ભાજપ વચ્ચે સીધી જંગ બની રહેશે. કારણ કે, કોંગ્રેસનું ચિત્ર હજી સ્પષ્ટ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap