પ્રશાંત પંડ્યા,રાજકોટ: કાલે રાજકોટમાં એક કરૂણામય ઘટના સામે આવેલ. તેની વિગતો આપતા સાથી ગૃપના જલ્પાબેન પટેલના કહેવા મુજબ કિશાનપરા શેરી નં.૮મા એક મકાનમા ત્રણ ભાઈ બહેન વર્ષોથી ઘરમાં પુરાયેલી હાલતમા જીવન ગુજારે છે. તેવોને એક ફોન આવતા ટીમ સાથે ત્યાં મકાન પર પહોંચ્યા હતાં.
સ્થળ પર ત્રણ સંતાનના પિતા નવીનભાઈ મકાનની બહાર હાજર હતા. તેમણે બારણું ખખડાવ્યું છતા અંદરથી કોઈએ દરવાજા ખોલ્યા નહી. સાથી ગૃપના એક કાર્યકર દિવાલ ફલાંગી અંદર જઈ ડેલી ખોલી હતી અને જયા રૂમનો દરવાજો તોડતાની સાથે જ જાણે નરકમાં આવી ચડયા હોય તેવા દ્રશ્યો સામે દેખાયા હતાં. રૂમમાં ગાંડા જેવું જીવન ગાળતાં ત્રણે ભાઈ બહેન મળી આવેલ હતાં. રૂમ દુર્ગધ મારતો હતો. તેવી અવસ્થામા ત્રણેય અંધારી કોટડીમા રહેતા હતાં. તેમને બધાને સંસ્થાના કાર્યકરોએ નવળાવી, ક્ષોર્મકર્મ કરાયા હતા અને નવા કપડાં પહેરાવ્યાં હતાં.
આ પરીવાર શિક્ષિત પરીવાર છે. માતાના અવસાન બાદ ઘરની આવી દશા થઈ હતી. પિતા નવીનભાઈ મહેતા રોજગાર વિભાગના નિવૃત સરકારી અધિકારી છે. તેમને દર મહિને રૂ.૩૫,૦૦૦ પેન્સન મળે છે. ત્રણે ભાઈ બહેન પણ શિક્ષત અને ઉચ્ચ અભ્યાસ ધરાવે છે. હાલમા ત્રણેયની માનસિક સ્થિતી ખરાબ છે. એટલે ઘરમાં પુરીને રખાય છે.
