આખા ગામના લોકો જે ભુગર્ભ ટાંકાનું પાણી પીતા હતા તેમાંથી નીકળી આ વસ્તું, બધા ચિંતામાં !

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉનાના મોટાડેસર ગ્રામ પંચાયતના ભુગર્ભ સંપની ટાંકી જે લોકોના પીવાના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય આ ટાંકીમાં ઝેરી સાપ મૃત હાલતમાં જોવા મળતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય ગ્રામ પંચાયતની બેદરકારી સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે.

આખા ગામના લોકો જે ભુગર્ભ ટાંકાનું પાણી પીતા હતા તેમાંથી નીકળી આ વસ્તું, બધા ચિંતામાં !

ગામમાં પંચાયતના બે પીવાના પાણી માટે ટાંકા આવેલા છે, એક ટાંકી જે જર્જરીત હાલતમાં પડેલ છે અને બીજી ભુગર્ભ સંપની ટાંકી આવેલ છે. આ ભુગર્ભ ટાંકીમાંથી ગ્રામજનોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ પીવાના પાણીની ટાંકીમાં ઝેરી સાપ મૃત હાલતમાં પડેલ જોવા મળેલ હતો. જો કે ગ્રામજનોને આ ટાંકી માંથી પીવાનું પાણી આપવામાં આવતુ હોય અને ટાંકીનું ઉપરથી ઢાંકણુ પણ ફીટ ન કરાયેલ હોવાથી ટાંકી ખુલ્લી રહેતી હોય જેથી અવાર જવાર જીવજંતુઓ આ પીવાના પાણીની ટાંકીમાં પડતા હોય છે.

તેમ છતાં પંચાયત દ્વારા પીવાના પાણીનું વિતરણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય તેમ બેદરકારી રાખેલ અને કોઇ વ્યક્તિને આરોગ્યની ગંભીર બિમારોનો ભોગ બનશે તો જવાબદારી કોની આ બાબતે ભરતભાઇ શિંગડએ ઉના તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી આ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા અને તાત્કાલી પીવાના પાણીની ટાંકી સમયસર સફાઇ કરવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap