બિમલ માંકડ,કચ્છ: ભચાઉ તાલુકાના કબરાઉ ગામે સરાજાહેર ચોકમાં આધેડને તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી નિપજાવી નિર્મમ હત્યા બનાવના પગલે ગામમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં ભચાઉ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ઘટનાને અંજામ આપી નાશી ગયેલા આરોપીને ઝડપીલેવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે ભચાઉ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે વધુ તપાસ હાથ ધરી રહી છે.
