રાજેશ દેથલીયા, અમરેલી: કોરોના વાયરસની મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગને મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં લગ્ન પ્રસંગ માટે સરકારની ઓનલાઈન મંજૂરી મેળવવી પડે છે. ત્યારે અમરેલીના ચાંદગઢ ગામે સરકારની પરવાનગી વગર જ સમૂહલગ્નનું આયોજ કરવામાં આવ્યું હતું. જેની જાણ પોલીસને થતા લગ્નના સ્થળે પહોંચી હતી. પોલીસને જોતા લગ્નમંડપમાં ભાગમભાગી મચી હતી જેનો એક વીડિયો સામે આવ્યો છે.
અમરેલીના ચાંદગઢ ગામે સરકારની મંજૂરી લીધા વગર એક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 જેટલા યુગલો સમૂહલગ્નમાં પરણી રહ્યા હતાં. અમરેલી પોલીસે આ મજૂરી લીધ વગરના સમુહલગ્નમાં પહોંચી પોતાની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમૂહલગ્નમાં વરરાજાઓ પરણ્યા વગર પરત ફર્યા હતાં.
