ભાવનગરમાં ભર બજારે યુવાન પર એક શખ્સે કર્યો છરી વડે હુમલો

પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરની મુખ્ય વોરા બજારની પીરછલ્લા શેરીમાં રહેતા મેહુલભાઈ નીલેશભાઈ કડીવાલા ઉપર એક શખ્સ દ્વારા ધોળા દિવસે ભરી બજારમાં છરીના ઘા જીકતા બજારમાં હો હાપો મચી ગયો હતો. બનાવને લઈને આસપાસના લોકોએ હુમલો કરનાર હેપ્પી વોરા નામના શખ્સને ઝડપી લીધો હતો, દિવાળી પર થયેલી માથાકૂટને પગલે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે

ભાવનગરની વોરા બજારમાં આવેલી પીરછલ્લા શેરી ભાવનગરની જાગતી બજાર કહેવામાં આવે છે. ત્યારે બપોરના સમયે પોતાની પત્ની અને બાળક સાથે નીકળેલા મેહુલ નામના 26 વર્ષના યુવાન પર એક પછી એક છરી વડે હુમલો હેપ્પી વોરા નામના સખ્સે કર્યો હતો. બનાવને લઈને બજારની ભીડમાં ચકચાર મચી ગયો હતો, મેહુલ પર હુમલો કરનાર હેપ્પી વોરાને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી ઝડપી લીધો હતો, ઈજાગ્રસ્ત મેહુલને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડ્યો આવ્યો હતો વધારે પડતા છરીના ઘા હોવાથી મેહુલની ગંભીર સ્થિતિ જાણવા મળી છે જો કે તેને સમયે હોસ્પિટલ લઇ જતા તેનો બચાવ થયો છે. પરંતુ તેને શરીરના પડખાના ભાગે વધુ ઈજા થવાથી ગંભીર હાલતમાં છે.

બનાવ પાછળ પ્રાથમિક કારણ

મેહુલ કડીવાલા પીરછલ્લા વિસ્તારમાં ચિનુ આંગડીયાની પેઢીની બાજુમાં રહે છે જયારે હેપ્પી વોરા પણ ત્યાં જ રહે છે બંને વચ્છે દિવાળી સમયે નાની એવી બાબતમાં માથાકૂટ થઇ હતી જેની દાઝ રાખીને હેપ્પીએ આજે મેહુલ ઉપર ધડાધડ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલની પત્ની પીરછલ્લામાં દુકાનમાં વસ્તુ લેવા ગઈ ત્યારે બહાર એકલા ઉભેલા મેહુલને જોય હેપ્પી વોરા દ્વારા ઉમલો કરવામાં આવ્યો હતો, જો કે બનાવને લઈને પોલીસે કાર્યવાહી કરી છે અને ભરી બજારમાં હુમલો કરનાર શખ્સ ઝડપાઈ ગયા બાદ હવે પોલીસ લોકોમાં ઉભો થયેલો ભય કેવી રીતે દુર કરશે તેને લઈને પણ ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap