પંચમહાલ: કેમીકલ કંપનીમાં ભીષણ આગ,10 કિમી સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

પંચમહાલ: જિલ્લાના મથક ગોધરાથી વેજલપુર નજીક આવેલા નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલ કંપનીમા આગ લાગવાની ઘટના બની છે. જેને લઇને આસપાસના આગની ઘટનાને લઈને જિલ્લામાં આવેલા ફાયરફાયટરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાથી વડોદરા જતા માર્ગ ઉપર નાદરખા ગામ પાસે કુશા કેમિકલ ફેક્ટરી આવેલી છે. જેમા બપોરના ગાળામા ફેકટરીના એક પ્લાન્ટમા આગ લાગવાની ઘટના બની છે. ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસ 10 કિમીમાં વિસ્તાર સૂધી ગોટેગોટા દેખાતા હતાં.

આગના વિકરાળ સ્વરૂપને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈને હાલમાં હાલોલ,કાલોલ,ગોધરાથી ફાયરફાયટર આગ બુજાવાની કામગીરીમાં જોતરાયુ છે.હાલમા આગ ઓલવાની કામગીરી ચાલી રહી હોવાનૂ જાણવા મળ્યુ છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap