બધા લોકો જાણતા હોઈએ છીએ કે, હૃદય છાતીમાં ધબકતુ હોય છે અને તે માત્રે અનુભવ કરી શકાય છે. જો તમને એવુ કહેવામાં આવે કે, કોઈ એવી વ્યક્તિ છે જેનું હૃદયના ધબકારા ફક્ત સાંભળ્યા જ નથી, પરંતુ દેખાય પણ છે, આ વાત પર વિશ્વાસ કરવો થોડું મુશ્કેલ છે. પરંતુ આ સાચું છે. રશિયાની એક બાળકી છે જેનું નામ ‘વિરસાવ્ય’ છે અને આ દુનિયાની એકમાત્ર એવી બાળકી છે કે જેનું હૃદય ધબકતું જોઈ શકાય છે. વિરસાવ્ય નામની આ બાળકી અન્યની જેમ રમે છે, ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લે છે, પરંતુ તેનું હૃદય તેને ખાસ બનાવે છે.

‘વિરસાવ્ય ગોનચારોવા’ નામની આ બાળકીને પેન્ટાલોલી ઓફ કન્ટ્રોલ નામની કન્ડીશન છે, જેના કારણે તેના પેટની માંસપેશીઓ અને પાંસળી ખોટી રીતે ફોર્મ થઈ ગઈ છે. ગોનચારોવાને આ સ્થિતિને લીધે કોઈ દુ:ખાવો થતો નથી, પરંતુ આ કારણે તેનું હૃદય ખૂબ જ ખુલ્લું પડી ગયું છે.

ડોકટરોનું કહેવું છે કે, આ બાળકી ‘થોરાકો એબ્ડોમિનલ સિન્ડ્રોમ અથવા પેન્ટોલોજી ઓફ કેન્ટ્રેલ’ થી પીડિત છે. આ સ્થિતિ 10 લાખ બાળકોમાં એકમાં જોવા મળે છે. આ બાળકી કહે છે કે, તેના હૃદયની સુરક્ષાને લીધે તે હંમેશાં હળવા અને નરમ વસ્ત્રો પહેરે છે. તેમનું કહેવું છે કે, મારે ચાલવું, કૂદવું અને ઉડવું છે. જોકે મને ઝડપી ચાલવાની છૂટ નથી.

ગોનચારોવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર તેની માતા સાથે ફોટો શેર કરે છે અને તેના જીવનને લગતા અપડેટ્સ તેના ફોલોઅર્સ સાથે શેર કરે છે. ગોનચારોવાને ઇન્સ્ટાગ્રામ પર ઘણા પોઝિટિવ મેસેજ મળે છે અને લોકો તરફથી મળેલી સકારાત્મક પ્રતિક્રિયાઓ વાંચીને તે ખુશ છે. ગોનચારોવા કહે છે કે તેમનું હૃદય અન્ય લોકો કરતા ખૂબ અલગ છે, તે એકદમ અનોખું છે અને તે તેને પસંદ કરે છે.
