રાજકોટ નજીક મોટી ઘટના ઘટી, ગેસ ભરેલા ટેન્કરમાં લાગી આગ, જાણો પછી શું થયું

વિનય પરમાર,રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા બાઉન્ડરી પાસે સવારે ગેસ ભરેલા ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગતા રાજકોટ-ચોટીલાથી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી કેબિનમાં લાગેલી આગ બુઝાવી હતી આ ટેન્કર જામનગર રીલાઈન્સમાંથી ગેસ ભરીને અમદાવાદ જતું હતું.

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા બાઉન્ડરી પાસે સવારે છ વાગ્યા આસપાસ એક ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી હોવાની ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવતા તુરંત રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ચોટીલાથી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો ટેન્કરમાં આગળના ભાગે ટેન્કરમાં આગ લાગી હોય તુરંત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને આગ પ્રસરતી અટકાવી હતી આગમાં ગેસ ભરેલો હોવાથી ટેન્કરને સતત કુલિંગ આપવામાં આવ્યું હતું. આર જે 19 જી એફ 6368 નંબરનું અગ્રવાલ રોડલાઇન્સનું આ ટેન્કર ડ્રાયવર મોહમદ ઈરફાનભાઈ જામનગર રિલાયન્સ કંપનીમાંથી ગેસ ભરીને અમદાવાદ જતા હતા ત્યારે કેબિનમાં આગ લાગી હતી આંગનું કારણ જાણવા મળ્યું ન હતું અને કોઈ જાનહાની પણ થઇ ન હતી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap