કચ્છના માંડવી ખાતે મિત્રએ કરી મિત્રની કરપીણ હત્યા

બિમલ માંકડ ,કચ્છ: માંડવીના ગોકુલધામ વિસ્તારમાં આજે ઢળતી સંધ્યાના અરસામાં જયંતી પુનશી થારુ (મહેશ્વરી) ઉ.વર્ષ.૩૦ આશરે ની ઉપરા છાપરી છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવતા ચકચાર મચી ગઇ હતી.

ચર્ચાઓ મુજબ મૃતક અને હત્યારો બન્ને સાથે કડીયાકામ કરતા હતા અને મિત્રો હતા. ત્યારે હત્યા પાછળનું મુખ્ય કારણ આડા સંબોધો હોવાનું પણ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો પોલીસે મૃતકની લાશને પોસમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને હત્યારા એવા આરોપી પરબત કરમશી દનીચાને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ પાછળનું સચોટ કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે પરંતુ ચર્ચાઓ અનુસાર હત્યા પાછળનું કારણ આડા સંબંધો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap