રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, 5 દર્દીઓના મોત

વિનય પરમાર,રાજકોટ: રાજકોટના મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી કોવિડ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગતા અંદર રહેલા 11 દર્દીઓ પૈકી 5 દર્દીઓ ભડથું થઈ ગયા હતા.હોસ્પિટલમાં રહેલા અન્ય 33 દર્દીઓ માંથી અન્યને તાબડતોબ ઉદયની બીજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું અને મોતનો આંક હજુ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, 5 દર્દીઓના મોત

શિવાનંદ આઈ હોસ્પિટલમાં ત્રણ મહિનાથી કાર્યરત થઈ છે. મોડી રાત્રે આગ પ્રથમ માળે આઇસીયું વોર્ડમાં પ્રસરી હતી.અચાનક લાગેલી ભયાનક આગમાં વોર્ડમાં રહેલા 11 દર્દીઓ પૈકી રામશીભાઈ, નીતિનભાઈ બદાણી અને રસિકલાલ અગ્રાવત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરી નામના પાંચ દર્દી વોર્ડની અંદર જ જીવતા ભૂંજાય ગયા હતા.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, 5 દર્દીઓના મોત

આગના પગલે નજીકમાં જ રહેલા મવડી ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો સાથેનો સ્ટાફ તાત્કાલિક પહોંચ્યો હતો.અંદર ધુમાડાના હોટેગોટા અને પ્રેશરના કારણે ધડાકાભેર કાચ પણ ફૂટતા બ્લાસ્ટ જેવા મોટા આવજથી આસપાસનો વિસ્તાર પણ ધણધણી ઉઠ્યો હતો.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, 5 દર્દીઓના મોત

ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ તુરત કાબુમાં લઈ લીધી હતી. પરંતુ ધુમાડાના કારણે દર્દીઓની હાલત વધુ ગંભીર બની હતી.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, 5 દર્દીઓના મોત

ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો તુરંત દોડી ગયો હતો, સીપીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબબકે 6 દર્દીઓના મોત નિપજ્યા છે.આગ આઇસીયું વોર્ડમાં શોટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.પોલીસે એફએસએલની મદદ લઇ તપાસનો દોર આરભયો છે.

સીએમ રૂપાણીએ સહાય આપવાની કરી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

સીએમ રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ ને જવાબદારી સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap