સિહોર તાલુકાના જાળિયા ગામનાં સીમમાં આવેલ ડુંગરમાં લાગી વિકરાળ આગ

પાર્થ મજેઠીયા,ભાવનગર: શિહોર તાલુકાના જુના જાળીયા ગામની સીમમાં આવેલ ડુંગરમાં આજરોજ કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાવનગર ફાયર ફાઈટર તેમજ શિહોર ફાયર બ્રીગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા બનાવને લઇ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મામલતદાર તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આજુબાજુના ગામમાં આગ ન ફેલાય તે માટેની કવાયત હાથ ધરી હતી.

સિહોર તાલુકાના જાળિયા ગામનાં સીમમાં આવેલ ડુંગરમાં લાગી વિકરાળ આગ

બનાવની મળતી વિગતો મુજબ જુના જાળીયા ગામે સાંજના સુમારે સીમમાં આવેલ ડુંગરમાં કોઈ કારણોસર અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી જેમાં ગૌચરની જમીનમાં રહેલું સૂકું સળગી ઊઠ્યું હતું જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આજૂબાજૂના ગામ જાળીયા, ભીકડા,ભંડાર સોડવદરા સહિતના ગામો ડુંગરાની નજીક આવતા હોય જેમાં કોઈ આગ ફેલાઈ નહીં તેમજ નુકસાન ન થાય તે અંગેની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, ડુંગર પર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap