કચ્છ : બિમલ માંકડ : રૂ.૧૨,૧૦,૫૦૦ની રૂ.૨૦૦૦ અને ૫૦૦ના દરની બનાવટી નોટોસાથે યુવાન દંપતીને ઝડપી લીધા
રતલામ મધ્યપ્રદેશ ખાતે રહેતું દંપતી ભુજમાં નકલી નોટોથી ખરીદી કરીને એમ.પી.પર્સિંગ ની સ્વીફ્ટ કારમાં પલાયન થવાનો કરશો હતો કે.??
ભુજ ખાતે વાણીયાવાડ તળાવ શેરી અને અનમ રિંગરોડ વિસ્તારમાં અનેક વેપારીઓને એક દંપતિ બે હજારના દરની નકલી નોટ પધરાવી ફરાર થઈ ગયું હતું ભુજના હાર્દ સમા વાણીયાવાડ વિસ્તારના તળાવ શેરી અને અનમ રીંગ રોડ પર આવેલ ભરચક બજારોમાં આજે બપોરેના ૨:૩૦ વાગ્યાના અરસામાં ખરીદીના બહાને એક શુવ્યવસ્થિત દેખાતું દંપતી અનેક વેપારીઓ પાસેથી ખરીદી કરી અને રૂ.૨૦૦૦ના દરની નકલી નોટો પકડાવીને પલાયન થઈ ગયું હતું આ બાબતે વેપારીઓને શંકા જતા તેઓએ આ નોટ અંગે તપાસ કરતા રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની નોટો નકલી હોવાનું માલુમ થયુ હતું આ અંગે વેપારીઓ દ્વારા ભુજના એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપીને પોલીસને જાણ કરી હતી અને ઠેકઠેકાણે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દંપતીના સીસીટીવી ફૂટેજ આપીને આ અંગે તાત્કાલિક તપાસ કરવા તેમજ દંપતીને ઝડપી લેવા માગણી કરાઇ હતી આ ઘટના બાબતે પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે.એન.પંચાલે વિગતો આપતા જણાવ્યું હતું કે આ દંપતી અલગ-અલગ દુકાને જઈ રૂ.૨૦૦૦ ની નકલી નોટો આપી થોડી ઘણી ખરીદી કરીને બાકીના રોકડ પરત લઇ અનેક વેપારીઓને શીશામાં ઉતર્યા હતા અને આ ગંભીર ઘટના સંદર્ભે પોલીસ આ દંપતીને ઝડપીલેવા તાત્કાલિક કામગીરી હાથધરવામાં આવી હતી તે સમયે એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે આ દંપતી હાલ ભુજના રેલવે સ્ટેશન ખાતે સફેદ કલરની કારપાસે હાજર છે અને પોલીસ બાતમીવાળી જગ્યાએ દંપતી હાજર મડીઆવ્યા હતા બન્નેના નામો પૂછતાં રાહુલ કૃષ્ણ ગોપાલ કેસરા ઉ.વર્ષ.૩૬ અને મેઘા રાહુલ કૃષ્ણ ગોપાલ કેસરા ઉ.વર્ષ.૩૪ બન્ને રહે મકાન નં.૩૩ કંસારા બજાર માહેશ્વરી ધર્મશાળા સામે,વોર્ડ નંબર ૩૮ રતલામ, મધ્યપ્રદેશ જણાવ્યું હતું આરોપી દંપતીની તપાસણી કરતા મારુતિ સ્વીફ્ટ કાર નંબર એમ.પી.૪૩.સી.૯૫૨૨ માંથી ૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટનંગ ૫૭૪ જેની કિંમત રૂ.૧૧,૪૮,૦૦૦. રૂ.૫૦૦ના દરની બનાવટી નોટ નંગ ૧૨૫ રૂ.૬૨,૫૦૦.મારુતિ સ્વીફ્ટ કાર નંબર એમ.પી.૪૩.સી.૯૫૨૨ કિંમત રૂ.૧.૫૦,૦૦૦. રોકડ રૂ. ૨૫,૦૦૦. મોબાઈલ નંગ ૪ કિંમત રૂ.૫૨,૫૦૦ અને નવા ખરીદ કરાયેલા કપડા અને લેડીઝ ચપ્પલ કિંમત રૂ.૩,૭૦૦ મળી કુલ રૂ.૧૪,૪૧,૭૦૦ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ દંપતીએ મધ્યપ્રદેશ ખાતેથી બનાવટી ચલણી નોટો મેળવી હતી અને અગાઉ કઈ કઈ જગ્યાએ આવી છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટનાને અંજામ આપીને આ દંપતી ભુજ છોડીને રેલવે માર્ગે કચ્છ મૂકીને પલાયન થવાની પેરવીમાં હતા ત્યારે પોલીસની સતર્કતાને લઈને ગણતરીની કલાકોમાં ઝડપીલીધા હતા ઘટના અંગે ભુજ શહેર એ ડિવિઝન ઇન્ચાર્જ પી.આઈ બી.એમ.ચૌચરીએ આગળની તપાસ ચલાવી રહ્યા છે
