બરવાળા તાલુકાના કુંડળ ગામે શનીદેવ મંદીરની સામે ચામુંડા માતાજી ના મઢના ખુલ્લા મેદાનમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળ ગુજરાત રાજ્ય યુવા બોડના યુવાનો દ્વારા સાફસફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. કોરોના કાળને ધ્યાનમા રાખી માસ્ક હેન્ડ ગ્લોજ પહેરી સાફ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બરવાળા તાલુકા સંયોજક, અરવિંદભાઈ ડિ સારોલા, બરવાળા તાલુકા સહ સંયોજક, વીજયભાઈ ડેડાણીયા પરબતભાઈ વગેરે કાર્યક્ર્મ સફળ બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું અને લોકોને ગામ માં સ્વચ્છતા જાળવવા માટે નો સંદેશો પૂરો પાડ્યો હતો.
