મોબાઈલમાં વ્યસ્ત ઓડી કારચાલકે બાળકને કચડ્યો, દીકરાને બાથમાં લઈ માતા પાછળ દોડી

વિનય પરમાર,રાજકોટ: શહેરના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડીકાર ચાલકે કચડી નાખતા તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા-પિતાએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. આ મામલે ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ નામના શખ્સની અટકાયત કરી છે. તેમજ પોલીસે કાર ચાલક યશનું લાયસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો છે.

ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના થડે હતા. માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. આ સમયે ઓડી કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને કચડી નાખ્યો હતો.

બાળકને કચડ્યા બાદ ચાલક કાર ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાયાની જાણ થતા પિતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયા હતા. તેમજ આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા માતા-પિતાએ કલ્પાંત કર્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

ઈઈઝટમાં જોવા મળતા દ્રશ્યો મુજબ માતા-પિતા શાકભાજીની રેકડીએ ધંધામાં વ્યસ્ત છે અને વંશ બાજુમાં જ રમી રહ્યો છે. બાદમાં ઓડી કાર આવે છે અને ઉભી રહી જાય છે. ત્યારે વંશ રસ્તા પર આવી ઓડી કારની આગળ ઉભો રહી જાય છે. બાદમાં ઓડી કારની આગળ બેસી જાય છે. આ સમયે જ ચાલક કાર ચલાવે છે અને વંશ વ્હીલ નીચે કચડાય જાય છે. બાદમાં ચાલક કાર દોડાવી ફરાર થઈ જાય છે. ત્યારે ઘટનાની જાણ થતા જ વંશના માતા-પિતા દોડી જાય છે. માતા વંશને ગોદમાં ઉઠાવી કાર પાછળ દોડે છે અને એટલામાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડવાનો પ્રયત્ન કરે છે.

મોબાઈલમાં વ્યસ્ત ઓડી કારચાલકે બાળકને કચડ્યો, દીકરાને બાથમાં લઈ માતા પાછળ દોડી

વંશના નાનીએ રડતા રડતા જણાવ્યું હતું કે, કાકવાળો મોબાઈલમાં વાત કરતો જાતો હતો અને વંશ ઉપર ગાડી ચડાવી દીધી હતી. થોડીવાર તો અમારી પણ આંખો ચાર થઈ ગઈ હતી અને જોયું તો વંશના શરીરનો છૂંદો થઈ ગયો હતો. અમે બધા કાર પાછળ દોડ્યા હતા પરંતુ કારચાલકે કંઈ પણ સાંભળ્યું નહીં. અમે ચીંસો પાડતા હતા કે એ ભાઈ કાર ઉભી રાખ. પરંતુ કાર ઉભી ન રાખી. આવું બીજા બાળક સાથે ન થાય તે માટે પોલીસ તેને આકરામાં આકરી સજા કરે તેવી અમારી માગ છે. અમે તો ગરીબ લોકો છીએ અને વંશ મારો ભાણેજ થતો હતો.

કાર ચાલક નજારો ઝડપાયો

શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત બપોરે કારચાલકે દોઢ વર્ષના બાળકને કચડી નાખતા સારવારમાં બાળકનું મોત થયું હતું આ ઘટનાના સીસીટીવી વાઇરલ થતા ભક્તિનગર પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા કારચાલકને ઝડપી લઇ તેનું લાઇસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કર્યો છે. અકસ્માતની ઘટનાના પગલે ભક્તિનગર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોય પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા યશ બગડાઈ નામના શખ્સને ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ કાર કબ્જે કરી હતી તેમજ તેનું લાઇસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap