ફાયરિંગ રેંજમાંથી આવેલી ગોળી બાળકીના પેટમાં ઘૂસી ગઈ

ભરત સુંદેશા, બનાસકાંઠા: દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી પાંચ વર્ષની બાળકીના પેટમાં બંદૂકની ગોળી વાગી હતી. તેણીનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે. આ ગોળી દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી આવી હોવાના આક્ષેપ સાથે બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા રાવળાવાસ વિસ્તારમાં રહેતા ભૂરબા અને ધુળસિંગ વાઘેલાની દીકરી સૂર્યાબા (ઉ.વ.7) સપ્તાહ અગાઉ પેટમાં બંદુકની ગોળી ઘૂસી ગઇ હતી. તેણીનું પાાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. આ ઘટના અંગે ધુળસિંગે જણાવ્યું હતુ કે, તારીખ 4 ડિસેમ્બરના રોજ પુત્રી ખેતરમાં રમતી હતી. ત્યારે બપોરે 1.00 કલાકની આસપાસ અચાનક બીએસએફ ફાયરિંગ રેંજ તરફથી આવેલી બંદૂકની ગોળી તેના પેટના ભાગે ઘૂસી ગઇ હતી. આથી તે બૂમ પાડી નીચે પડી ગઇ હતી. આ અંગેની જાણ થતાં અમે તેને તાત્કાલિક દાંતીવાડા હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાલનપુરની બાળકોની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ઓપરેશન કરવાનું હોઇ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી તારીખ 7 ડિસેમ્બર 2020ના રોજ તબીબે ઓપરેશન કરી તેના પેટમાંથી બંદૂકની ગોળી બહાર કાઢી હતી. આ ગોળી કેવી રીતે અને કોના દ્વારા છોડવામાં આવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી છે.

ફાયરિંગ રેંજમાંથી આવેલી ગોળી બાળકીના પેટમાં ઘૂસી ગઈ

બાળકીને ગોળી વાગી છે કે તે ગળી ગઇ તે નક્કી નથી : ડો. હિરેન એન. જુડાલ

બાળકીના પેટનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છેે. જોકે, ગોળી વાગ્યા પછી લાંબા સમય બાદ તેને હોસ્પિટલમાં લઇ આવ્યા છે. ઘા રૂઝાઇ ગયો છે. જેથી બાળકી ગોળી ગઇ છે કે, તેને ગોળી વાગી છે. તે નક્કી નથી. તેના એક્ષરે સહિતના ડોક્યુમેન્ટ મેડીકલ લીગલ હોઇ જાહેરમાં આપી ન શકું.

બીએસએફની સાથે પોલીસ પણ ફાયરિંગ કરે છે : એન. એસ. સોઢા

દાંતીવાડા ફાયરિંગ રેંજ ઉપર બીએસએફ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવે છે. જોકે, આવી રીતે ગોળી દૂર જાય એવું શક્ય નથી. અગાઉ કદી બન્યુ પણ નથી. છતાં આ અંગે તપાસ કરવામાં આવશે.

ચા પીતા હોય ત્યારે ગોળીઓ આવીને પડે છે : ભૂરાભાઇ (સ્થાનિક રહિશ, દાંતીવાડા)

અમારા વિસ્તારમાં ગોળીઓ આવવાની ઘટના ઘણા સમયથી બની રહી છે.ઘાસચારો લેતા હોય કે સવારે ચા પીતા હોય ત્યારે ઘણી વખતે ગોળીઓ આવે છે. બહુ ડર લાગે છે. ખરેખર ફાયરિંગ કરતા હોય એમણે ખબર રાખવી જોઇએ.

ફાયરિંગ થાય છે,ત્યારે એકોતરે ને એકોતરે ગોળીઓ આવે છે: ધુળીબેન (સ્થાનિક રહીશ)

જ્યારે જ્યારે ફાયરિંગ થાય છે,ત્યારે સનન.. અવાજ કરતી ગોળીઓ એકોતરે ને એકોતરે આવે છે. જે મકાનોની દિવાલ સાથે અથડાય છે. કેટલીક વખત અમને અમારા પશુઓને પણ વાગવાની દહેશત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap