આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણેને કારણે થિયેટર બંધ થવાને કારણે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ નહતી. જો કે, ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’, ‘છાપક’, ‘બાગી 3’ અને ‘થપ્પડ’ વર્ષના પ્રારંભમાં રજૂ કરવામાં આવી હતી. સાથે, ‘સડક 2’, ‘લક્ષ્મી બોમ્બ’ જેવી કેટલીક ફિલ્મોને ઓનલાઇન રિલીઝ થઈ હતી અને ઘણી ફિલ્મો 2021 માટે મુલતવી રાખવામાં આવી.
આવનારા વર્ષે રણવીર કપૂર,આલિયા ભટ્ટ, સલમાન ખાન સહિત ઘણી કલાકારોની આ મોટી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે.
બ્રહ્માસ્ત્ર: ઘણી વખત રિલીઝ મુલતવી રાખ્યા બાદ, રણવીર કપૂર અને આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને ડાયરેક્ટ અયાન મુખર્જીએ કર્યું છે. આ સાથે રણવીર અને આલિયાની આ પહેલી ફિલ્મ છે. સ્ટાર અને ડિઝ્નીની ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરે કહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
’83’: 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની ઐતિહાસિક જીત પર બનેલા કબીર ખાનના ’83’ માં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવશે. આ સાથે જ તેની રીઅલ લાઈફ પત્ની દીપિકા પાદુકોણ તેની રીલ લાઈફ વાઇફની ભૂમિકામાં જોવા મળશે. ’89’ 2021માં પણ રિલીઝ થઈ શકે છે.
સૂર્યવંશી: રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બની ‘સૂર્યવંશી’આવતા વર્ષે 27 માર્ચે રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં અક્ષય કુમાર,કેટરીના ફૈફ,રણવીર સિંહ અને અજય દેવનગ લીડ રોલમાં છે. ‘સૂર્યવશી’ માર્ચ 2021માં રિલીઝ થઈ શકે છે.
રૂહી અફઝા: જાન્હવી કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, આમના શરીફ, વરુણ શર્મા અને રોનિત રોય સ્ટારર ફિલ્મ ‘રૂહી અફઝા’ પણ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મને પ્રોડ્યુસ દિનેશ વિઝન અને મૃગદીપ સિંહ લાંબાએ કર્યું હતું. ડાયરેક્ટર તરીકે હાર્દિક મહેતા આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. ‘રૂહી અફઝા’ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થઈ શકે છે.
જર્સી: ‘કબીર સિંહ’ની સફળતા બાદ હવે શાહિદ કપૂર હવે બીજી એક તેલુગુ ફિલ્મના રિમેકમાં જોવા મળશે. ફિલ્મ ‘જર્સી’માં શાહિદ એક ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. આ ફિલ્મમાં તેનો ઓપોઝિટ મૃણાલ ઠાકુર છે.
રાધે: સલમાન ખાનની ‘રાધે’ આ વર્ષે ઈદ પર રીલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે થિયેટરો બંધ હોવાથી ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી. થોડા સમય પહેલા એક અફવા પણ હતી કે આ ફિલ્મ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે, પરંતુ વેપાર વિશ્લેષક તરણ આદર્શએ નિર્માતાઓને ટાંકીને કહ્યું કે એવું નથી. ‘રાધે’ આવતા વર્ષે ઇદ પર રિલીઝ થઈ શકે છે.
ધ ગર્લ ઓન ધ ટ્રેન: વર્ષ 2016ની હોલીવુડ ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની આ રીમેકમાં પરિણીતી ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પરિણીતીએ આલ્કોહોલિક છૂટાછેડા લીધેલી પત્નીની ભૂમિકા નિભાવી છે, જે ગુમ થયેલ વ્યક્તિની તપાસનો ભાગ બની છે. ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
શમશેરા: યશ રાજની ફિલ્મ ‘શમશેરા’માં રણવીર કપૂર, સંજય દત્ત, વાણી કપૂર, રોનીત રોય અને અહાના કુમરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં એક ડાકુ સમુદાયની કહાની દર્શાવે છે જેણે બ્રિટિશરો સામે લડત ચલાવી હતી. ‘શમશેરા’ પણ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
ભૂલ ભુલૈયા 2: 2007માં અક્ષય કુમારની હિટ ફિલ્મ ‘ભૂલા ભુલૈયા’ ની સિક્વલ ‘ભૂલા ભુલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. અગાઉની ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરાયું હતું, જ્યારે અનીસ બઝમી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે.
