ખેડૂત આંદોલનનો 82મો દિવસ, ખેડૂતોએ સરકારને આપી આ ચીમકી

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 82મો દિવસ છે. ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂત કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર અડગ છે. હાલમાં આ ગતિરોધનું કોઈ સમાધાન આવ્યું નથી. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતોએ ફરી એકવાર પોતાનું આંદોલન સઘન કરવાની જાહેરાત કરી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ 18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકો અભિયાનની જાહેરાત કરી છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે 18 ફેબ્રુઆરીએ 4 કલાક દેશભરમાં રેલ રોકો અભિયાન ચલાવવામાં આવશે.

ખેડૂત નેતાઓ કહે છે કે, તેઓ કાયદો પાછો ખેંચવા સિવાય કશું જ સ્વીકારતા નથી. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, સરકાર દ્વારા હાલના નવા કૃષિ કાયદાને દોઢ વર્ષથી સ્થગિત રાખવાનો પ્રસ્તાવ તેમને સ્વીકાર્ય નથી. ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતે અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબર સુધીમાં સરકારે કૃષિ કાયદાને કોઈપણ રીતે પરત ખેંચવા જોઈએ. સાથે સરકારનું કહેવું છે કે, તે તેમાં સુધારો કરવા માટે તૈયાર છે પરંતુ કૃષિ કાયદો પાછો આવશે નહીં.

જણાવી દઈએ કે પીએમ મોદીએ ખુદ ખેડૂતો સાથે કૃષિ કાયદાની ચર્ચા કરવા અને તેને બદલવા માટે વાત કરી છે. તેમણે કહ્યું કે જૂની મંડીઓ પર પણ કોઈ પ્રતિબંધ નથી. એટલું જ નહીં, આ મંડીઓને આધુનિક બનાવવા માટે આ બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીનું કહેવું છે કે, કાયદો લાગુ થયા બાદ દેશનું કોઈ પણ બજાર બંધ થયું ન હતું, ન એમ.એસ.પી. આ સત્ય છે. એટલું જ નહીં, આ કાયદો લાગુ થયા બાદ એમએસપી પર ખરીદી પણ વધી છે. તેમણે વિરોધ કરી રહેલા ખેડૂતોને અપીલ કરી કે, “આવો, વાતચીતના ટેબલ પર બેસો અને ચર્ચા કરો અને સમાધાન શોધો.”

આપને જણાવી દઇએ કે આ કાયદાઓને લઈને ખેડૂત સરકાર વચ્ચે 11 રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે નવા કૃષિ કાયદાને દોઢ વર્ષથી મુલતવી રાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ ન્યુનતમ ટેકાના ભાવની બાંયધરી અને આ કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર ખેડૂત મક્કમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap