કિશન બાંભણિયા,ગીર સોમનાથ: તાલાલાની NIR મહિલા સાથે 63 લાખની ઠગાઈ થયાની ચકચારી ઘટના સામે આવી છે. તાલાલાના જ પિતા-પુત્રની કરામતથી મહિલાના SBIના ખાતા માંથી બારોબાર રકમ ઉપડી ગઈ હતી.
NIR મહિલા ખાતેદારના આઘારકાર્ડ, પાનકાર્ડના કાગળોમાં મહિલાની ખોટી સહીઓ કરી ખાતામાં નોમીનેટ બન્યા હતા અને ખાતામાંથી બારોબાર પીતા-પુત્રએ રૂ.63 લાખની રકમ ઉપાડી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહિલાના નંબર ઉપર ચાલતા નેટબેકીંગ મેસેજ બંઘ કરાવી પોતાના નંબરો નેટ બેકીંગમાં રજીસ્ટર કરાવ્યા હતા.
ખાતામાં રહેલ રૂ.8 લાખ રોકડ તેમજ રૂ.55 લાખની ત્રણ ફીકસ ડીપોઝીટ તબકકાવાર નેટ બેકીંગથી પોતાના અને પરીચીતોના ખાતામાં ટ્રાન્સફર કરી રકમ તફડાવી લીઘી છે. આ મામલે બેન્ક મેનેજર દ્વારા તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ IPC કલમ 465, 467, 468, 471, 120 બી મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
