રાજકોટ: કર્ફ્યુમાં પોલીસ પેટ્રોલિંગની આબરૂના લીરેલીરા ઉડાડતા આવારા તત્વો, 6 વાહનો સળગાવ્યા

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં એક તરફ કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર દ્વારા કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. તો બીજી તરફ રાત્રે બેખૌફ થઈને રખડતા આવારા તત્વો પોલીસ પેટ્રોલિંગની આબરૂના લીરેલીરા ઉડાડી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. શહેરના બાપુનગરમાં આવેલ સ્લ્મ ક્વાર્ટરમાં બાપા સીતારામ ચોકમાં રાત્રે અઢીથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રાટકેલી આવારા ટોળકીએ એક રીક્ષા અને 5 બાઈક સહીત 6 વાહનો ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે આગને લીધે એક મકાનનો દરવાજો પણ સળગી ગયો હતો ભયભીત થયેલા લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ ટોળકી કોણ તે દિશામાં તપાસ હાથ ધરી હતી

રાજકોટ: કર્ફ્યુમાં પોલીસ પેટ્રોલિંગની આબરૂના લીરેલીરા ઉડાડતા આવારા તત્વો, 6 વાહનો સળગાવ્યા

રાજકોટના બાપુનગર મેઈન રોડ ઉપર આવેલ જિલ્લા ગાર્ડન સ્લ્મ ક્વાટર વિસ્તારના બાપા સીતારામ ચોકમાં ગત રાત્રે અઢીથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન આવા તત્વોની ટીખળ ટોળકીએ ધામા નાખ્યા હતા અને આ શેરીમાં પાર્ક કરેલા લગલગાટ 6 વાહનો ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી આગને લીધે તમામ 6 વાહનો સળગી ઉઠ્યા હતા અને બળીને ખાખ થઇ ગયા હતા શેરીમાં વાહનો સળગાવ્યા બાદ એક વાહનમાં બ્લાસ્ટ થતા કંઈક અજુગતું થયું હોવાની શંકાએ લત્તાવાસીઓએ બહાર નીકળીને જોતા 6 વાહનો સળગતા નજરે પડ્યા હતાં.

રાજકોટ: કર્ફ્યુમાં પોલીસ પેટ્રોલિંગની આબરૂના લીરેલીરા ઉડાડતા આવારા તત્વો, 6 વાહનો સળગાવ્યા

આગને લીધે એક મકાનનો દરવાજો પણ સળગી ગયો હતો જો કે ત્વરિત લોકો જાગી જતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી જેથી તુરંત પાણી છાંટી આગ બુઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તમામ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ તમામ વાહનો ત્રણ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે એક રીક્ષા અને એક્સેસ, હોન્ડા સહીત 5 બાઈક રસિકભાઈ, નવસાદભાઈ અને ઈમ્તિયાઝભાઈના પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

રાત્રે સાડા ત્રણ આસપાસ બ્લાસ્ટ થતા સૌ જાગી ગયા હતાં. જો કે આવારા તત્વોની ટોળકી આગ ચાંપી નાશી છૂટી હતી. જેથી આ લોકો કોણ હતા અને કેટલા હતાં. તે જાણી શકાયુ નથી પરંતુ 6 વાહનો સળગાવી નાખતા લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો છે. એક તરફ કર્ફ્યુમાં રાત્રીના 9થી સવારના 6 સુધી લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે.તો બીજી તરફ લોકોના જાનમાલને નુકશાન પહોંચાડવા બેખૌફ બનીને રખડતા આવા લુખ્ખાઓ કેવીરીતે આ વિસ્તાર સુધી પહોંચ્યા, કેમ પોલીસે તેમને ન રોક્યા, શું પોલીસ માત્ર કહેવા ખાતર જ પેટ્રોલિંગ કરે છે. તે સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે.જો કર્ફ્યુ જ હોય તો ચકલું પણ ન નીકળી શકે ત્યારે આવા લુખ્ખાઓ મધરાત્રે નીકળીને વાહનો સળગાવી જાય તો પોલીસની કામગીરી શું અને પ્રજાની સુરક્ષાનું શું તેવો લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હાલ તો આગને અંજામ આપનાર ટીખળ ટોળકીને ઝડપી પાડવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap