બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની વચ્ચે, સોમવારે રાત્રે લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા ભારત આવેલા 6 લોકોને કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જોકે, તે જાણી શકાયું નથી કે, પોઝિટિવ આવેલા લોકોને જેનેટિક સ્વ્કીકેન્સ બ્રિટેનમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્ર્રેનને મેળેછે કે કેમ.
સાથે બ્રિટીશ એરવેઝની ફ્લાઇટ મંગળવારે સવારે રાજધાની દિલ્હી પહોંચી હતી, તમામ મુસાફરોની કોરોના પ્રોટોકોલ મુજબ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જાણીએ કે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.
જે 6 મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે, તો સોમવારે રાત્રે 10.40 પર બ્રિટનથી ઈન્ડિયા આવ્યા હતા. 266 મુસાફરો બ્રિટનથી દિલ્હી સોમવારે રાત્રે પહોંચ્યા હતાં.
કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને યૂનાઈટેડ કિંગડનમાં હડકંપ મચી ગયો છે.ભારત સરકારે યુકેથી આવતી અને અહીથી જતી તમામ ફ્લાઈટ્સના સંચાલન પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ હંગામી પ્રતિબંધ 23 ડિસેમ્બરથી લાગુ થશે.
