લેનોવોની માલિકીની મોટોરોલા ભારતમાં પોતાનો લેટેસ્ટ જી-સિરીઝ ફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપની આજે મોટો જી 5 જી ફોન ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ થોડા દિવસો પહેલા ફ્લિપકાર્ટ પર એક ટીઝર બહાર પાડ્યું છે, જેમાં ફોન અંગેની કેટલીક માહિતી બહાર આવી છે. કંપનીએ પેઇઝ પર ‘ભારતનો સૌથી સસ્તો 5 જી રેડી ફોન’ ટેગલાઇન આપી છે. એટલે કે, કંપની તેને ‘ભારતનો સસ્તો 5 જી સ્માર્ટફોન’ કહે છે. આમાંથી, અનુમાન લગાવી શકાય છે કે ફોન સસ્તા ભાવે આપવામાં આવશે.
ફ્લિપકાર્ટ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના આ પહેલા ફોનમાં અલ્ટ્રા-ફાસ્ટ સ્નેપડ્રેગન 750 જી પ્રોસેસર આપવામાં આવશે. ફોનની વિશેષ વાત એ છે કે તે સસ્તો 5 જી ફોન હશે. ફોનમાં 6GB રેમ સાથે આવશે, અને તેમાં 128GB સ્ટોરેજ હશે.
મોટો 5 5 જીમાં 6.7 ઇંચની મેક્સ વિઝન એચડીઆર 10 ડિસ્પ્લે આપવામાં આવશે. કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સિસ્ટમ હશે. તેમાં ક્વાડ પિક્સેલ ટેકનોલોજી મળશે. પાવર માટે, ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવશે, જે 20W ટર્બોપાવર ચાર્જિંગ સાથે આવશે. કંપનીનો દાવો છે કે આ ફોનમાં 2-દિવસની બેટરી લાઇફ આપવામાં આવશે.
કિંમતની વાત કરીએ તો મોટોરોલા મોટો જી 5જી યુરોપમાં 299.99 યુરો (લગભગ 26,300 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે 4 જીબી + 64 જીબી સ્ટોરેજનો છે. માનવામાં આવી રહ્યું છે કે આ કિંમત આસપાસ આ ભારતમાં લોન્ચ થઈ શકે છે. યુરોપમાં આ ફોનને બે કલર વેરિએન્ટ્સ વોલ્કોનો ગ્રે અને ફ્રોસ્ટેડ સિલ્વર કલરમાં રજૂ કરવામાં આવ્યા છે.
