નવી દિલ્હી: ચમોલીમાં તપોવન ટનલ પર બચાવ કાર્ય સતત ચાલુ છે. જલ પ્રલયના નવમા દિવસે 11 મૃતદેહો મળી આવ્યા છે અને આ અકસ્માતમાં અત્યાર સુધી 58 લોકોનાં મોત નીપજ્યાં છે. સાથે લગભગ 150 લોકો લાપતા હોવાના અહેવાલ છે. બચાવ સમયે બે લોકો સલામત મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોના મૃતદેહ બેરાજના કાટમાશમાં દટાયા હોવાની આશંકા છે. બેરાજ સુધી પહોંચવા માટે એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આદિત્ય પ્રતાપસિંહે કહ્યું, “રાતથી બે મૃતદેહો મળી આવ્યા છે, ટનલમાંથી બહાર કાઢેલા કુલ મૃતદેહોની સંખ્યા હવે વધીને 11 થઈ ગઈ છે.” રૈની વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, ત્યાંથી અત્યાર સુધીમાં કુલ 12 શવ મળી આવ્યાં છે. નદીનો વિસ્તાર સંપૂર્ણ રીતે ફરીથી બનાવવામાં આવી રહ્યો છે.
NDRF સ્નિફર ડોગની મદદથી તેઓ ચમોલી જિલ્લાના રૈની ગામમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહ્યાં છે. આઇટીબીપી અને એનડીઆરએફ ટીમો અહીં શોધ અને બચાવ કામગીરી ચલાવી રહી છે.
7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડની ચમોલીમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ધૌલી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થતાં અચાનક પૂરને કારણે નંદદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડ્યો હતો. કાદવનાં કાટમાળથી ઋષિગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ અને એનટીપીસીનો તપોવન-વિષ્ણુગઋ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ધ્વસ્ત કરી દીધો હતો. આ તબાહી બાદ લગભગ 150 લોકો લાપતા છે, જે અલકનંદા નદી સિસ્ટમના ઉપરના ભાગમાં હિમપ્રપાતને કારણે થયું હતું.
