Coronavirus: ભારતમાં કોરોનાએ ફરી પકડી રફતાર, આ રાજ્યમાં એક્ટિવ કેસમાં થયો વધારો

ભારતમાં કોરોના વાયરસના નવા 47,638 કેસ સાથે કોરોનાની કુલ સંખ્યા 84,11,724 પર પહોંચી ગયા છે. 670 લોકોના મોત સાથે, કોરોનાથી મૃત્યુઆંક 1,24,,985 પર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં કુલ એક્ટિવ કેસમાં 7,189 ઘટાડો આવ્યા બાદ કુલ એક્ટિવ કેસ 5,20,773 છે.

સાથે રાજધાની દિલ્હીમાં પણ કેસ ફરિથી વધારો થવા લાગ્યો છે.ગુરૂવારે કોવિડના 6,715 નવા કેસ નોંધાયા છે અને 5,289 લોકો આ વાયરસમાંથી સાજા થયા છે અને 66 દર્દિઓનો મોત નિપજ્યા છે.દિલ્હીમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 4,16,653 છે,જેમાથી 3,71,155 લોકો સાજા થયા છે અને 38,729 સક્રિય કેસ અને 6,769 લોકોના મૃત્યુ નિપજ્યા છે.

•મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોની સંખ્યા 16.98 લાખને પાર
•મુંબઈમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ મોત

અમેરિકમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે, મહામારીની શરૂ થયા પછીનો સૌથી મોટી આંકડો છે. ધ હિલ ન્યૂઝ વેબસાઇટ અનુસાર, કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ અનુસાર, અમેરિકામાં બુધવારે 1,02,591 કેસ નોંધાયા હતા, ત્યારબાદ કેસની કુલ સંખ્યા વધીને 94,77,709 થઈ ગઈ છે.

બુધવારે કોલોરાડો, ઇડાહો, ઇન્ડિયાના, મૈન, મિશિગન, મિનેસોટા, ર્હોડ આઇલેન્ડ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન સહિત ઓછામાં ઓછા 34 રાજ્યોમાં કેસ નોંધાયા છે. દેશમાં આશરે 52 હજાર કોવિડ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap