પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ (NWM)ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (INDO-PAK WAR)ના 50 વર્ષ પૂરા થતા ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવી હતી.
રક્ષામંત્રાલયે જણાવ્યું છે કે, “ડિસેમ્બર 1971માં, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન સૈન્ય પર નિર્ણાયક અને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો, જાના પરિણામસ્વરૂપ એક રાષ્ટ્ર-બાંગ્લાદેશનું નિર્માણ થયું અને સૌથી મોટો સેન્ય દળે આત્મસમર્પણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ 16 ડિસેમ્બરે ભારત ભારત-પાક યુદ્ધના 50 વર્ષ પુરા થતા ઉજવણી સ્વરૂપ સ્વર્ણિમ વિજય વર્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પીએમ મોદીને રક્ષામંત્રી રાજનાથ સિંહે સમારોહ સ્થળ પર આમંત્રીત કર્યા હતા. પ્રધાનમંત્રી, સંરક્ષણ સ્ટાફ અને ત્રિ-સેવા પ્રમુખોએ પુષ્પાંજલી આપી અને સૈનિકોને શ્રધ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની શાશ્વત જ્યોતથી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવી હતી.
ચાર વિજય મશાલો પ્રગટાવી હતી, જે હવે દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવશે, જેમાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર એવોર્ડ વિજેતા ગામો અને 1971ની લડાઇમાં જે જવાનો હતા વિસ્તારોનો સમાવેશ થાય છે.
વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં યુદ્ધ ‘દિગ્ગજો અને વીર મહિલાઓ’ ને સન્માનિત કરવામાં આવશે અને બેન્ડ પર્ફોર્મન્સ, સેમિનાર, પ્રદર્શનો, સાધન પ્રદર્શન, ફિલ્મ ઉત્સવ, કોન્ક્લેવ અને સાહસિક પ્રવૃત્તિઓ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રક્ષા રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઇક, સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી આઝાદ કરવામાં ભારતની જીતની ઉજવણી માટે દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. લશ્કરી ઇતિહાસના સૌથી ઝડપી અને ટૂંકા અભિયાનમાંના એક ભારતીય સૈન્યની અભિયાનના પરિણામે એક નવા રાષ્ટ્રનો જન્મ થયો.
1971ના યુદ્ધમાં હારનો સામનો કર્યા બાદ, પાકિસ્તાનના તત્કાલીન સૈન્ય પ્રમુખ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ તેના 93,000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું.
