ભાવેશ રાવલ,જૂનાગઢ: સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ હવે બર્ડ ફ્લુએ કહેર વર્તાવ્યો છે. ત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકાના લોએજ ગમે 50થી 60 કાગડાના મોત થતાં જિલ્લાના પક્ષી પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
થોડા દિવસો પહેલા 10 જેટલા કાગડાના મોત થયા હતા અને આજે 50થી 60 કાગડાના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિક લોકોની નજર સામે કાગડા ઊડતા ઊડતા ટપોટપ નીચે પડવા લાગ્યા હતાં.
ગ્રામજનો દ્વરા જ્યારે માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગે માત્ર બે જ કાગડાના મૃતદેહને બર્ડ ફ્લૂ ટેસ્ટ માટે લય જવાતા અને બાકીના કાગડાના મૃતદેહ ત્યાજ છોડી દેવાતા ગ્રામજનોમાં ભય છવાઈ ગયો છે.
