અગ્નિકાંડની રાહ જોવાય છે ?, ઇમારતો ખડકી દેવાય છે પણ અહીં એકપણ કોમ્પલેક્ષમાં ફાયર સેપ્ટીની વ્યવસ્થા નથી

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: રાજકોટ, સુરત, જામનગર, અમદાવાદની આગની ધટના બાદ દેશની સુપ્રિમકોર્ટ, હાઇકોર્ટ અને રાજ્ય સરકારે દરેક તાલુકા જિલ્લા અને રાજ્યભરમાં આવેલા રેસીડેન્ટ કોમર્સીયલલ કોમ્પલેક્ષ હોસ્પીટલ અને શાખા તેમજ સરકારી ઇમારતોમાં ફાયર સેફ્ટીની તમામ સાધનો વ્યવસ્થા ફરજીયાત રાખવા અને તેનું પાલન કરવાના આદેશ પરીપત્ર કાઢ્યા પછી પણ આવા અગ્નિકાંડની ધટના પછી કોમ્પલેક્ષ માલીકો તેમાં રહેતા હજારો પરવારો પોતાની સુરક્ષા સુરક્ષિત કરવા ઉણપ અનુભવતી હોય અને તંત્ર પણ 33 કોમર્સીયલ રેસીડન્ટના સર્વે કરી રીજીનિયર ફાયર સેફ્ટી વિભાગને પોતાના પાસે અનુભવી ફાયર સ્ટાફ ન હોવાનો રીપોટ કરી અગ્નિકાંડની રાહ જોતી હોય તેમ મોન બની પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી રહ્યા છે ?

ઉના નગર પાલીકાએ ગુજરાતની અનેક બનેલી આગની ધટના પછી શહેરી વિસ્તારમાં 33 જેટલા બહુમાળી રેસીડન્ટ તેમજ કોમર્સીયલ કોમ્પલેક્ષનો સર્વે કરતા કેવી સ્કુલ ગોદરા ચોક, આનંદવાટીકા, જાહેરબાગ, ગરબી ચોક, ટેલીફોન એક્ષચેન્જ, ગીરગઢડા રોડ, તુલસીધામ, 82 ફુટ રોડ, દેલવાડા રોડ સહીતના ઉના શહેરમાં આવેલા અને હજારો પરીવાર પોતાના બાળ બચાવો સાથે કાયમી વસવાટ કરતા સેંકડો પરીવારની સુરક્ષા ભગવાન ભરોશે મુકાયેલ છે. જેતે સમયે પાલીકા દ્વારા આવા કોમ્પલેક્ષ બાંધકામની મંજુરી આપેલ તે વખતે નિયમ અનુસાર ફાયર સુરક્ષા મુકવા આદેશ કરાયેલ હશે ? પરંતુ તાજેતરમાં પાલીકા દ્વારા સર્વેમાં 33 કોમ્પલેક્ષમાં કોઇપણ પ્રકારની ફાયર વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત આવા કોમ્પલેક્ષમાં ચડવાની સી ડી એકજ હોય અને લીફ જેવી પણ વ્યવસ્થા નથી. એટલુજ નહીં મોટાભાગના કોમ્પલેક્ષમાં તો ફાયર સ્ટેન્ડના સાધનો પણ ધુસી શકે નહીં તેવી સ્થિતી હોય આવા સમયે જો કોઇ આગની આકસ્મિક ધટના બનવા પામે તો લોકોને કોણ બચાવી શકશે તેવા ગંભીર પ્રશ્નો ઉભો થયો છે.

ઉના ફાયર સ્ટેન્ડમાં ફાયર સેફ્ટી અધિકારીની રાજ્ય સરકારે નિમણુંક કરેલ ન હોય બિન અનુભવી સ્ટાફથી હાલ ફાયર સ્ટેન્ડ ચાલતુ હોય ક્યા કોમ્પલેક્ષમાં કેવી ફાયર સુવિધાની જરૂરીયાત ઉભી કરી શકાય તેનું કોઇ કર્મચારી પાસે અનુભવ ન હોય જેના કારણે ઊના નગર પાલીકાએ આવા 33 કોમ્પલેક્ષના નામ માલીકના નામ અને તેના સરનામા સાથે રીજીયનિલ ફાયર ઓફીસર સ્ટાફ ફાયર પ્રિવેન્શન સર્વિર્સીસને તા.27 ઓગ. 2020ના રીપોટ કરી આવા કોમ્પલેક્ષ માનવ જીંદગી માટે ખતરા સમામન હોય અને તેમની પાસે ફાયર સેફ્ટી અંગેની કોઇ વ્યવસ્થા ન હોવાથી એન.ઓ.સી. પણ ધરાવતા નથી. તેમ છતાં ચાર માસના લાંબા સમય પછી આ આડેધર ખડકાયેલા બહુમાળી ભવનોમાં અગ્નિકાંડ સર્જાય તેની તંત્ર રાહજોય બેઠેલ છે. ?
આટલી ગંભીર ધટનાઓ પછી પણ એકપણ આ કોમ્પલેક્ષ માલીકો અને રેસીડેન્ટ પરીવારોએ પોતાની ચિંતા કરી નથી. અને સેફ્ટી સાધન સુવિધા હજુ પણ ઉભી કરી નથી. ત્યારે તંત્ર આવી સુવિધા ઉભી કરાવવા માલીકો સામે કડક હાથે કામ લેશે ખરા ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap