ગાંધીનગર: 323 કરોડના કામોનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત

ગાંધીનગર: શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નવનિર્મિત થનાર ૨૧૦૦ આવાસો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેક્ટના કુલ રૂપિયા ૩૨૩ કરોડના કામોનું ખાતમૂહુર્ત કરી રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગર ગાંધીનગરનો સમતોલ અને સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આગામી ટુંકા સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ કમિશનર કક્ષાની કચેરી કાર્યરત બનશે.

દિવસ ઉગે–આથમે ત્યાં સુધીમાં રોજ જનહિત કામો સતત વિકાસ કામો થઇ રહ્યા છે, તેવું કહી તેમણે ઉર્મર્યું હતું કે, કોરોના દરમ્યાન પણ રાજયના વિકાસને અટકવા દીધો નથી. વિકાસને રોક્યો પણ નથી. વિકાસની ગતિ તેજ બનાવવાની દિશામાં દિશામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા છ માસમાં રૂપિયા ૨૬ હજાર કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત –લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુડા દ્વારા વિવિધ નવા ૩૨૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

અમે જે કામોનું ખાતમુહૂર્ત કરી છીએ તે જ કામનું લોકાર્પણ અમે કરી છીએ તેવું કહી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવું અભિમાનથી કહેતા નથી. પણ કોઇપણ કાર્ય કરવા માટે આ સરકારમાં યોજનાનું નિર્માણ કર્યા બાદ તેના પર યોગ્ય ચર્ચા-વિર્મશ કરવામાં આવે છે. તે પછી યોગ્ય રીતે યાંત્રિક મંજૂરી, નાણાંની જોગવાઇ અને ટેન્ડર બહાર પાડીને એજન્સી નિયુક્ત કરી કામની સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. એટલે જ એમ અમારા આપેલ વચનો પુરા કરીએ છીએ.

ગુજરાતના ગરીબ- મધ્યવર્ગના પરિવારનું ધરનું ધર સ્વપ્ન સાકાર કરવા આ સરકાર કટિબધ્ધ છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં દર વર્ષે ૫ થી ૭ લાખ ઘરો બનાવવામાં આવે છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતા સરગાસણ ખાતે રૂપિયા ૧૦,૧૧૮ લાખથી વધુના ખર્ચે ૧૨૦૮ આવાસો, વાવોલ ખાતે રૂપિયા ૬,૬૮૪ લાખથી વધુના ખર્ચે ૭૯૨ આવાસો અને પેથાપુર ખાતે રૂપિયા ૮૯૨ લાખથી વધુના ખર્ચે ૧૦૦ સુવિધા યુક્ત આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવશે.

આધુનિક શહેરો બને તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાની દિશામાં આગળ વધ્યા છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આજે રાજયના શહેરોને સ્માર્ટ સીટી બનાવી રહ્યા છીએ. તેમજ શહેરોમાં ઓવરબ્રીજ, ફાટક મુક્ત શહેર અને તે માટે ઇટ્સ ઓફ ગોઇંગ બિઝનેસ સાથે ઇટ્સ ઓફ લીવીંગ લાઇફની ભાવના નિર્માણ કરવા માટે વિકાસ-પાણી-પર્યાવરણની ચિંતા આ સરકારમાં કરવામાં આવી રહી છે.

છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે આ સરકાર દ્વારા લધુત્તમ સાધનોનો ઉપયોગ કરી કામ કરી રહ્યા છીએ, તેવું ઉમેરી તેમણે કહ્યું હતું કે, વિકાસને આજે ચરસીમાએ પહોંચાડીએ છીએ.આજે રાજયમાં વર્ષ- ૨૦૨૨ સુધીમાં પીવાનું શુધ્ધ પાણી નલ સે જલ યોજના અંતર્ગત નળથી આપવાનું , ઝુંપડીને બદલે પાકા મકાનો સાથે સાથે નીચે કિંમતે મકાન આપવાની દિશામાં પણ સુચારું આયોજન આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ શૌચાલયો ધરે ધરે થતાં આજે રાજય જાહેર શૌચક્રિયા મુક્ત બન્યું છે. ઘુમાડા મુક્ત ગુજરાત માટે સૌભાગ્ય યોજના, આરોગ્ય લક્ષી યોજનાઓ અને અન્ય ફલેગશીપ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આજનો દિવસ ઐતિહાસિક છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વ આખુ કોરોના સામે સંધર્ષ કરી રહ્યું છે. કોઇ દવા કે વેક્સિન ન હતી ત્યારે લોક માનસમાં શું થશે, કોરોના કયારે રોકાશે જેવા અનેક ભય સ્થાનો ઉભા થયા હતા. આજે દેશના વડાપ્રધાનશ્રીના હસ્તે વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે રાજયમાં કુલ- ૧૬૧ સ્થળોએ ૧૬,૦૦૦ કરતા લોકોને વેક્સિન આપવામાં આવી છે.

વેક્સિનની સફળતાનો આનંદ વ્યક્ત કરીને મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી કયાંયથી નકારાત્મક રિપોર્ટ આવ્યો નથી. સફળતાપૂર્વક વેક્સિન આપવામાં આવી છે. આવનાર દિવસોમાં તમામ ગુજરાતમાં ૧૦ લાખ લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. બીજા તબક્કામાં ૫૦ વર્ષથી મોટો લોકોને વેક્સિન આપવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap