ભાવેશ રાવલ, જૂનાગઢ: પોલીસને શહેર માંથી હથિયાર સાથે ત્રણ શખ્સોને પકડીપડવામાં સફળતા મળી છે. એસ.ઓ.જીને મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના મધ્યમાં આવેલ સરદારબાગ પાસેથી ત્રણ પરપ્રાંતિય ઈસમોને હથિયાર સાથે પકડી પાડયા હતાં.
જૂનાગઢ પોલીસે લખન સિંહ અમૃતસિંહ પાલ રહે. પેવલી મધ્ય પ્રદેશ, સંજય અમરસિંહ રાયકા રહે. ગોહના હરિયાણા, કેશવસિંઘ સુરેન્દ્રસિંઘ ગાહેરવર રહે. વસાનગલા ઉત્તર પ્રદેશના ત્રણ શખ્સોની દેશી હાથ બનાવટનો તમંચો પાંચ જીવતા કારતૂસ અને એક છરી સાથે પકડી પાડયાં છે.
પોલીસે હથિયાર ધારા ક.25(૧-બી)એ 29 અને જી.પી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
