કચ્છ : 26 વર્ષીય યુવાનની ફુહાડીના ઘા મારી કરાઈ હત્યા, કોણે અને શા માટે કરી હત્યા?

બિમલ માંકડ,કચ્છ: નખત્રાણા તાલુકાના નાનકડા એવા ભડલી ગામના 26 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ધા મારી ક્રૂર હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હમીદ ઇસ્માઇલ ખલીફા ઉ.વર્ષ.૨૬ ની ગત રાત્રીના રાત્રે આઠેક વાગ્યાના અરસામાં તેના રહેણાકના મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ હતભાગી યુવકતે તેના ભાઈએ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં.

ઘટનાની જાણ થતાં નખત્રાણા પી.આઈ વી.જી.ભરવાડ સહિતનો પોલીસ કાફ્લો ધટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ધા મારીને અજાણ્યા આરોપીઓ દ્વારા આ ખૂન કેસને અંજામ અપાયો છે. ત્યારે હત્યા કોણે અને શા માટે કરી તેના સહિતની વિગતો સપાટી ઉપર લાવવા માટે નિવેદનો અને પૂછતાછની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દરમિયાન નાનકડા એવા ગામમાં હત્યાની ઘટના બનતાં ગામ સહિત આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે તપાસ અંતર્ગત વિવિધ વિગતો એકત્ર કરીને બનાવનો તાગ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

આ વચ્ચે મળતી માહિતી મુજબ મરનાર યુવક હમીદ માનસિક રીતે પૂર્ણરીતે સ્વસ્થ ન હોવાનું અને ગ્રામજનો તેને શક્તિમાન તરીકે ઓળખતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યા કરવા માટે ફુહાડીનો ઉપયોગ થયો હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે ત્યારે પોલીસે આરોપીને ઝડપીલેવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap