સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધનએ પણ કહ્યું છે કે, દેશમાં કોરોનાની રફ્તાર ધીમી પડી રહી છે, પરંતુ હજી પણ સાવચેતી રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ,આજે દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 1,00,55,560 પહોંચી ગઈ છે. જોકે, રાહતની વાતએ છે કે, 96,06,111 લોકો આ મહામારીમાંથી સાજા થઈ ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, પાછલા 24 કલાકમાં કોરોનામાં 24,337 નવા કેસ નોંધાયા છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 25,709 દર્દીઓ સાજા થયા છે, જે પછી રાષ્ટ્રીય સ્તરે રિકવરી દર 95.53 ટકાએ પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, 333 નવા મોતની સાથે મૃત્યુની સંખ્યા વધીને 1,45,810 પહોંચી ગઈ છે. જેમા કોરોનાના મામલે મૃત્યુ દરને 1.45 ટકા કરી દેવામાં આવ્યો છે.
COVID-19ના સંક્રિય કેસલોડ 4 લાખ અંકની નીચે છે. દેશમાં 3,03,639 સંક્રિય કોરોના વાયરસના કેસ છે. જેકે, કુલ કેસલોડના 3.02 ટકા છે. ICMRના અનુસાર, 20 ડિસેમ્બર સુદી કુલ 16,20,98,329 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.તેમાંથી 9,00,134 નમુનાઓનું કાલે પરિક્ષણ કર્યું હતું.
28 સપ્ટેમ્બરે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 60 લાખ પહોંચી ગઈ હતી. 11 ઓક્ટોમ્બરે 70 લાક,29 ઓક્ટોમ્બરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર આ આંકડો પહોંચી ગયો હતો.
333નવા મોતમાં મહારાષ્ટ્રના 98,પશ્ચિમ બંગાળના 40,દિલ્હીના 26,કેરળના 30 અને ઉત્તર પ્રદેશના 19 લોકો શામેલ છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,45,810 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 48,746, કર્નાટકમાં 12,009, તામિલનાડુમાં 11,983, દિલ્હીમાં 10,277, પશ્ચિમ બંગાળમાં 9,360, ઉત્તર પ્રદેશમાંથી 8,196,આંધ્ર પ્રદેશમા 7,076 અને પંજાબમાં 5,201 શામેલ છે.
