ભારતમાં છેલ્લા 24 કલાકમાં જાણો કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)અનુસાર, ભારતે છેલ્લા 24 કલાકમાં કોરોના 21,821 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં કોરોનાના કુલ કેસ 1,02,66,674 પર પહોંચી ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 26,139 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 299 લોકોના મોત થયા છે. જોકે, દેશમાં કોરોનાનો કેસલોડ હજી પણ 3 લાખથી નીચે છે.

દેશમાં કોરોના સંક્રિય કેસોની સંખ્યા 2,57,656 છે, જ્યારે આ મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 98,60,280 પર પહોંચી ગઈ છે. MoHFW અનુસાર, દેશમાં કોરોના વાયરસને કારણે કુલ 1,48,738 લોકોનાં મોત થયાં છે. કેરળમાં 65,572 એક્ટિવ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 54,206 એક્ટિવ કેસ નોંધાયા છે. દિલ્હીમાં 5,838 સક્રિય કેસ, 6,08,434 પુન,પ્રાપ્તિ અને 10,523 મૃત્યુ નોંધાયા છે.

એઈમ્સ દિલ્હીના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, યુકેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે, ભારતમાં પણ થોડા જ દિવસોમાં COVID-19 વેક્સિન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap