દિલ્હી પોલીસના સાયબર સેલે ખેડૂતોના આંદોલન સંબંધિત ‘ટૂલકીટ’ ફેલાવવા બદલ 21 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દિશાને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુથી ધરપકડ કરવામાં આવી છે.
ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ખેડૂત આંદોલન સંબંધિત વિવાદિત ‘ટૂલકિટ’ ટ્વિટર પર શેર કરી હતી, જેને બાદમાં તેણે હટાવી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ‘ટૂલકીટ’ મામલો ખૂબ જ ચર્ચામાં આવી ચુક્યો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના સાયબર સેલે તાજેતરમાં “ટૂલકીટ” બનાવનારાઓ સામે “ભારત સરકાર વિરુદ્ધ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક યુદ્ધ” ચલાવવા બદલ એફઆઈઆર દાખલ કરી હતી.
દિલ્હી પોલીસે ગૂગલ અને કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓને ‘ટૂલકીટ’ બનાવનારા લોકોના કિસ્સામાં ઇમેઇલ આઈડી, ડોમેન યુઆરએલ અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું.
ઘણા મીડિયા અહેવાલોમાં, સાયબર સેલના ડેપ્યુટી કમિશનર અન્યેશ રોયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગૂગલ અને અન્ય કંપનીઓને સોશિયલ મીડિયા પર પત્રો લખવા, એકાઉન્ટ બનાવવા, દસ્તાવેજો અપલોડ કરવા અને ‘ટૂલકિટ’ મૂકવા કહેવામાં આવ્યું હતું.
પોલીસનું માનવું છે કે, મૂળ દસ્તાવેજ તપાસકર્તાઓને તે “ટૂલકિટ” બનાવનાર અને તે શેર કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં મદદ કરશે.
દિલ્હી પોલીસે કરેલી પ્રારંભિક તપાસમાં ખાલિસ્તાન તરફી સમર્થિત પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનને પણ આ દસ્તાવેજ જોડવાનો ખુલાસો થયો હતો.
