ગીર સોમનાથ: છેલ્લા બે-ચાર દિવસોથી તાલાલા અને ગીરમાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે ફરી આજે 12.45 મિનિટ પ્રથમ અને 12.46 મિનીટ બીજો એમ 2 જોરદાર ભૂકંપના આંચકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર 1.8 જેટલી તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 દૂર કિમિ નોર્થ ઇસ્ટ નોંધાયું હતું. બે દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
