મંગલસુત્ર અને સિંદૂર લઇને આવ્યો 17 વર્ષનો સગીર, ક્લાસરુમમાં જ કરી લીધા લગ્ન

ઘણી વખત સ્કૂલનાં બાળકો કંઈક એવું કરે છે જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક સગીર છોકરો અને છોકરીના લગ્ન શાળાના વર્ગખંડમાં હોવાના આક્ષેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલા રાજમહેન્દ્રવરમની જુનિયર કોલેજનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. ચાઈલ્ડ મેરેજ એક્ટ, 2006 હેઠળ પોલીસે કેસ નોંધ્યો હતો અને વીડિયોમાં સામેલ છોકરા અને છોકરીને કાઉન્સેલિંગ માટે મોકલ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આ લગ્ન અમાન્ય જાહેર કરાયા છે.

સોશિલ મીડિયા પર વાયરલ થતા વીડિયોની તપાસ કરી રહેલી પોલીસ ક્લાસરુમની અંદર સગીરના લગ્ન કોને કરાવ્યા તે પણ શોધવાની કોશિશ કરી રહી છે. આંધ્રપ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ વૈષ્ણવી પદ્માએ જણાવ્યું હતું કે સગીર વચગાળાની વિદ્યાર્થીઓ છે અને બંને એક સાથે અભ્યાસ કરે છે.

સ્કૂલના વર્ગખંડમાં સગીર છોકરા અને છોકરીએ ‘લગ્ન’ કરવાની આ ઘટના આંધ્રપ્રદેશની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક 17 વર્ષિય સગીર છોકરાએ સિંદૂર મંગલસૂત્ર લઇ શાળાએ પહોંચ્યું હતો અને વર્ગમાં જ લગ્ન કરી લીધા હતા.

અત્યાર સુધી મળતી માહિતી મુજબ છોકરાની ઉંમર 17 વર્ષની છે અને તે મંગલસૂત્રને પોતાની સાથે લઈ આવ્યો હતો. છોકરાએ વર્ગની અંદર યુવતીના ગળામાં મંગલસૂત્ર બાંધી દીધું હતું. ત્યારબાદ છોકરાએ છોકરીની માંગ પર સિંદૂર લગાવી દીધું હતું અને બંનેએ તેમના મિત્રોની સામે એક ફોટો પણ લીધો હતો. આ બાદ જ્યારે આ તસવીર મિત્રોમાં શેર કરવામાં આવી, ત્યારે તે ધીમે ધીમે વાયરલ થવા લાગી.

આ મામલે કોલેજ વહીવટીતંત્ર પણ કાર્યવાહીમાં આવી ગયું છે, છોકરા અને છોકરીને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કમિશનના વડા પદ્માએ કહ્યું કે છોકરીના પરિવારે તેને ઘરમાં રાખવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં છોકરીને કાઉન્સેલિંગ બાદ આશ્રય આપશે. મહિલા આયોગના સભ્યોએ છોકરાના પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી કાઉન્સેલિંગ માટે વિનંતી પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap